જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઇ ગામે રહેતી મહિલાને તેના ભાઈએ જમવાની બાબતે છરી વડે ઈજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સામે આવી છે.
આ બનાવની વિગતો મુજબ જામજોધપુર તાલુકાના તરસાઇ ગામે રહેતા પુજાબેન હિતેશભાઈ ડાભી પોતાના ઘરે હોય અને તેના પતિ મજુરી કામના પૈસા લેવા માટે બહાર ગયા હતા તે દરમિયાન પૂજાબેનના સગાભાઈ નીલેશભાઈ રણછોડભાઇ ચૌહાણે બહેનના ઘરે જઇ અને કહેલ કે મારા ઘરે કોઈ નથી તો તું મને જમવાનું આપ પરંતુ પૂજાબેને કહેલ કે જમવાનું પૂરું થઇ ગયું અને અત્યારે મારા છોકરાઓને સૂવડાવવાહોવાથી હું જમવાનું બનાવી આપીશ નહી. તેણીની આ વાત પર નીલેશભાઈએ ઉશ્કેરાઈ જઇછરી કાઢી પોતાની બહેનને કાનના ભાગે માથામાં છરી વડે ઈજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે જામજોધપુર પોલીસ દફતરમાં તેણીએ પોતાના ભાઈ વિરુધ આઈપીસી કલમ 323,324,506(2) તથા જીપી એક્ટ 135(1) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કામગીરી હાથ ધરી હતી.