Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દરેડમાં વૃદ્ધને માર મારી રોકડ અને મોબાઇલની લૂંટ

જામનગરના દરેડમાં વૃદ્ધને માર મારી રોકડ અને મોબાઇલની લૂંટ

કારખાનેથી ઘરે જતાં સમયે બનાવ : ત્રણ શખસોએ માર મારી 14 હજાર રોકડા અને મોબાઇલ લૂંટી લીધો : જિલ્લામાં પોલીસ દ્વારા નાકાબંધી : લૂંટારુઓ હાથવેંતમાં

- Advertisement -

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં વૃદ્ધ મંગળવારે રાત્રિના સમયે દરેડ જીઆઇડીસીમાં તેના બાઈક પર જતાં હતાં ત્યારે એકટીવા જેવા બાઈક પર આવેલા શખ્સોએ વૃધ્ધ સાથે બોલાચાલી અને ઝઘડો કરી મુંઢ માર મારી મોઢે રૂમાલનો ડૂમો દઇ ખીસ્સામાંથી રૂા.14000 ની રોકડ રકમ અને મોબાઇલ મળી કુલ રૂા.28000 ની માલમતાની લૂંટના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારુઓનું ઝડપી લીધા હતાં.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને નોકરી કરતા કિરીટભાઈ પ્રેમજીભાઈ ચુડાસમા નામના વૃદ્ધ મંગળવારે રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં તેના બાઈક પર દરેડ જીઆઇડીસીમાંથી ઘર તરફ જતાં હતાં ત્યારે બાલાર્ક કારખાના પાસે પહોંચ્યા ત્યારે એકટીવા જેવા બાઈક પર મોઢે રૂમાલ બાંધેલા ત્રણ શખ્સો ઘસી આવ્યા હતાં અને વૃદ્ધના બાઈક સાથે પાછળથી બાઈક અથડાવી બોલાચાલી અને ઝઘડો કરી મુંઢ માર માર્યો હતો. ત્યારબાદ વૃધ્ધના મોઢે રૂમાલ રાખી ઢસડીને લઇ જઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ વૃધ્ધના ખીસ્સામાંથી રૂા.14000 ની રોકડ રકમ અને રૂા.14000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.28000 ની માલમતાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતાં.

ત્યારબાદ બનાવની વૃદ્ધ દ્વારા જાણ કરાતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વૃદ્ધના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી નાકાબંધી કરી હતી. આ દરમિયાન મળતી વિગત મુજબ લૂંટારુઓને એલસીબીની ટીમે દબોચી લીધા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular