જામનગર સહિત સમગ્ર ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે કોરોનાના કેસોમાં ચડાઉ-ઉતાર જોવા મળી રહ્યા છે. ત્યારે આરોગ્ય તંત્ર સર્તક બની કોરોના કેસો અટકાવવા પ્રયાસો કરી રહ્યું છે. રાજયમાં હાલમાં ધો.9 સુધીની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય બંધ છે. માત્ર ધો.10 થી 12ના વર્ગો ઓફલાઇન ચાલુ છે ત્યારે વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાઇ તેની તકેદારી માટે જામનગરમાં આજરોજ શરૂ સેકસન રોડ ઉપર આવેલી મોદી સ્કૂલમાં આરોગ્યની ટીમ દ્વારા કોરોના આરટીપીસીઆર ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતાં. જેમાં અંદાજીત 80 જેટલાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તકે આરોગ્ય ટીમના દિલિપકુમાર પંચાલ તેમજ એસ્ટેટ શાખાના યુવરાજસિંહ ઝાલા, રાજભા જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.