Monday, December 23, 2024
Homeરાજ્યઅલિયાબાળાના યુવાનનું કેન્સરની બિમારી સબબ મૃત્યુ

અલિયાબાળાના યુવાનનું કેન્સરની બિમારી સબબ મૃત્યુ

- Advertisement -

જામનગરના અલિયાબાળા ગામમાં રહેતાં 22 વર્ષના યુવકનું કેન્સરની બિમારી સબબ મૃત્યુ નિપજયું હતું.

- Advertisement -

જામનગર જિલ્લાના અલિયાબાળા ગામમાં રહેતાં ગંભીરસિંહ કનુભા જાડેજા(ઉ.વ.22)નામના યુવાનને છેલ્લાં અઢી વર્ષથી મોઢાનું કેન્સર થયું હોય તેની ભાવનગર તથા જામનગરની હોસિપટલમાં સારવાર ચાલુ હોય આ દરમ્યાન વધુ તબિયત ખરાબ થતાં ગઇકાલે સવારે જી.જી.હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. આ દરમ્યાન જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તબિબોએ તેમનું મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગેની ક્રિયાલસિંહ દ્વારા પોલીસને જાણ કરાતા હેકો.એચ.પી.પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃત્દેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular