Monday, December 23, 2024
Homeરાજ્યશેઠવડાળા નજીકથી મઝલ લોડ બંદૂક સાથે બે શખ્સ ઝડપાયા

શેઠવડાળા નજીકથી મઝલ લોડ બંદૂક સાથે બે શખ્સ ઝડપાયા

બારબોરની બંદૂક અને 310 નંગ છરા તથા બાઇક અને મોબાઇલ સહિત રૂા.19,500 નો મુદ્દામાલ કબ્જે : પોલીસે ગુનો નોંધી પુછપરછ આરંભી

- Advertisement -

જામજોધપુર તાલુકાના પટ્ટમારાના સીમ વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે બે શખ્સોને દેશી બનાવટની ડબલ બેરલ મઝલ લોડની બંદૂક અને 310 નંગ છરા તથા કાળા કલરના પાવડર અને બે મોબાઇલ તથા એક બાઈક સહિત રૂા.19,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના પટ્ટમારાના સીમ વિસ્તારમાંથી બાઈક પર પસાર થતા બે શખ્સોને આંતરીને સ્થાનિક પોલીસે તલાસી લેતા હારુન હુશેન નથુપોત્રા (રહે.પડવલા તા. ઉપલેટા), જાવીદ અલી નોયડા (રહે.પડવલા તા. ઉપલેટા) નામના બે શખ્સોની તલાસી લેતા તેમના કબ્જામાંથી દેશી બનાવટની ડબલ બેરલ મઝલ લોડની બંદૂક અને 310 નંગ છરા તથા કાળા કલરના પાવડર અને બે મોબાઇલ તથા એક બાઈક સહિત રૂા.19,500 સહિતનો મુદ્દામાલ મળી આવતા પોલીસે બન્નેની ધરપકડ કરી ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular