ગુજરાતમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 17119 કેસ નોંધાયા છે. તો 10 લોકોના મોત થયા છે. ત્રીજી લહેર દરમિયાન આજે નોંધાયેલા મોતનો આંકડો પણ સૌથી વધુ છે. કોરોનાની ત્રીજી લહેરમાં બીજી લહેરની પીકનો પણ રેકોર્ડ તુટ્યો છે.
આજે ગુજરાતમાં કોરોનાના 17હજાર 119 કેસ નોંધાયા છે. તો 10 લોકોના મૃત્યુ થયા છે. આજે અમદાવાદમાં સૌથી વધુ 6080 કેસ નોંધાયા છે. રાજ્યમાં જે 10 દર્દીઓના મોત થયા છે જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 3, ભાવનગર અને વલસાડમાં 1-1 દર્દીઓના મોત થયા છે. જામનગર જીલ્લામાં પણ આજે કોરોનાના 354 કેસ નોંધાયા છે. જે પૈકી શહેરમાં 252 અને ગ્રામ્યમાં 102 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ગત વર્ષે 24 એપ્રિલના રોજ સૌથી વધુ 14097 કેસ નોંધાયા હતા. જે સૌથી વધુ હતા. ત્યારે આજે રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે.