આગામી ઉતરાયણ પર્વના અનુસંધાને કરૂણા અભિયાનના ભાગ રૂપે મહાપાલિકા દ્વારા 10 થી 20 જાન્યુઆરી સુધી ઘાયલ પક્ષીઓની સારવાર માટે બર્ડ કેર અને સારવાર સેન્ટર ઉભુ કરવામાં આવશે.
ઉત્તરાયણ પર્વ દરમિયાન ઉડાવવામાં આવતી પતંગોને કારણે આકાશમાં ઉડતા પક્ષીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પતંગની દોરમાં ફસાઈ જતાં પક્ષીઓને ગંભીર ઈજાઓ પહોંચે છે. જ્યારે કેટલાંક પક્ષીઓના મૃત્યુ પણ નિપજે છે. પતંગની દોરથી ઘાયલ થયેલા પક્ષીઓને તુરંત સારવાર મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા દર વર્ષે કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત આગામી તા.10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી બેડેશ્ર્વર સ્થિત ઢોરના ડબ્બામાં બોર્ડ કેર અને સારવાર સેન્ટર ઉભુ કરવામાં આવશે. જ્યાં ઘાયલ પક્ષીઓને સવારે 9 થી સાંજના 5 દરમિયાન સારવાર આપવામાં આવશે. આ માટે મહાપાલિકાને વેટરનરી ડોકટર એમ.એમ. ગોધાણી (મો.98243 12304) નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. આ અભિયાનમાં લોકોને પણ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.