રાજ્યના 33 જિલ્લાઓમાં નવા પ્રભારી સચિવોની નિમણૂંક કરવામાં આવી છે. કેટલાંક જિલ્લાઓમાં ફેરબદલ કરવામાં આવ્યો છે તો કેટલાક જિલ્લાઓમાં હાલના પ્રભારીને યથાવત્ રાખવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના પ્રભારી સચિવ તરીકે નલિન ઉપાધ્યાયને યથાવત્ રાખવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે કરવામાં આવેલા આદેશ અનુસાર દરેક જિલ્લાઓના પ્રભારી સચિવોને કોરોનાની કામગીરીનું સુપરવિઝન કરવા માટેના આદેશ પણ કરવામાં આવ્યા છે. દરેક જિલ્લાઓમાં વકરી રહેલી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇ પ્રભારી સચિવોની કોરોના ક્ધટ્રોલ કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. અમદાવાદનો હવાલો મુકેશકુમારને સોંપાયો છે. જ્યારે રાજકોટનો રાહુલ ગુપ્તા, વડોદરામાં વિનોદ રાવ અને સુરતમાં થિનારશનને પ્રભારી સચિવની જવાબદારી સોંપવામાં આવી છે.