ગુજરાતના જેતપુરમાં રહેતા એક પક્ષીપ્રેમીએ પક્ષીઓ માટે 20લાખના ખર્ચે શાનદાર પક્ષીઘરબનાવ્યું છે. જે શિવલિંગ આકારનું છે. જેતપુર તાલુકાના નવી સાંકળી ગામે રહેતા ભગવાનજીભાઈ રૂપાપરાએ ગામના પાદરમાં બનાવેલ આ પક્ષીઘર ગામની શોભામાં પણ વધારો કરે છે.
ભગવાનજીભાઈએ 2500 જેટલા પાણી ભરવાના માટલા માંથી આ ઘર બનાવ્યું છે. આ માટલાને જોડવા માટે તેણે ખાસ ગ્લેવેનાઈઝના પાઇપનો ઉપયોગ કર્યો છે. 20 લાખ રૂપિયા ખર્ચીને જાતે મહેનત કરીને તેમણે આ પક્ષી ઘર બનાવ્યું છે. આ શાનદાર બર્ડ બંગ્લો140 ફૂટ લાંબો, 70 ફૂટ પહોળો અને 40 ફૂટ ઉંચો છે. ગ્રામ પંચાયતે ઘર આપીને તેઓને મદદ કરી અને ઘરના લોકોએ પણ ભગવાનજીભાઈને સાથ આપ્યો.
માટીથી તૈયાર થયેલા માટલામાં પક્ષીઓને ઠંડી, ગરમી અને વરસાદની ઋતુમાં હુંફ મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં પંખીઓને કુદરતા ખોળાની અનુભૂતિ થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પક્ષીઓ માટે કરેલ તેમનું આ ઉમદા કાર્ય ખરેખર આવકાર દાયક છે.