રાજકોટના ગોંડલ રોડની પાઇનવિટા હોટેલના ચોથા માળે રૂમમાં રમી રહેલ બાળકી બારી માંથી નીચે પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે. બાળકી રમતી હતી તે વેળાએ માતા ફોનમાં વ્યસ્ત હોવાનું પ્રાથમિક તારણ છે. પ્રાપ્ત વિગતો મુજબ આ બાળકીનું નામ નિત્યા છે. માતા માનસી અને નિત્યા મૂળ ઉનાના રહેવાસી છે. અને લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી રાજકોટ આવ્યા હતા.
#rajkot #news #video #CCTV #BREAKING #ViralVideo #ખબરગુજરાત
રાજકોટના ગોંડલ રોડની પાઇનવિટા હોટેલના ચોથા માળેથી પટકાતા બાળકીનું મોત, હચમચાવી દે તેવા CCTV
બાળકી રૂમમાં રમતા રમતા બારીમાંથી નીચે પડી : માતા ફોનમાં વ્યસ્ત હોવાનું તારણ pic.twitter.com/9HYkJ6R46y
— Khabar Gujarat (@khabargujarat) December 2, 2021
રાજકોટ શહેરના ગોંડલ પર આવેલી પાઇનવિટા હોટેલના ચોથા માળે છોકરી રમતા રમતા રૂમ ની બારીમાંથી નીચે પડી ગઈ હતી. બાળકીને તુરંત રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન ગંભીર ઈજાઓના કારણે તેનું મોત થયું હતું. આજે બનેલી ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણીરૂપ એક કિસ્સો છે.