જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાછળ જાહેરમાં રમાતા ઘોડીપાસાના સ્થળે પોલીસે રેઈડ દરમિયાન પાંચ શખ્સોને ઝડપી લઇ રૂા.67,300 ની રોકડ રકમ અને મોબાઇલ સહિત રૂા.99,800 નો મુદ્દામાલ કબ્જે કરી 12 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરીમાં નવી નિશાળ પાછળ હાજી અબ્બાસ ખફીના ઘર પાસે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે પો.કો. હિતેશ મકવાણા, વિજય કારેણા અને મહેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એએસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.એલ.ગાધે, હે.કો.ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિતેશ ચાવડા, જાવેદ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, પોકો.ફિરોઝ ખફી, વિજય કારેણા, પ્રદિપસિંહ રાણા, હિતેશ મકવાણા, મહેન્દ્રસિંહ જાડેજા, વિજય કાનાણી, રવિ શર્મા સહિતનાએ રેઈડ દરમિયાન હાજી અબ્બાસ ખફી, કૌશિક પ્રવિણ ધંધુકીયા, અસલમ સતાર ઓડીયા, અલ્તાફ મામદ બકાલી, મોહીનુદ્દીન હબીબ સચડા નામના પાંચ શખ્સોને રૂા.67,300 ની રોકડ રકમ ઘોડીપાસાના બે નંગ અને રૂા.32,500 ની કિંમતના છ નંગ મોબાઇલ સહિત રૂા.99,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
તેમજ રેઈડ પૂર્વે નાશી ગયેલા અલ્તાફ ઉર્ફે પપુ કાસમ ખફી, લાખા દલુ ધારાણી, સબીર ઉર્ફે સબલો અબ્બાસ ખફી, અશોક ઉર્ફે મીર્ચી ખટાઉમલ મંગે, બસીર ઉર્ફે બસલો બાડો અબ્બાસ સુમરા, મુન્નો ઉર્ફે મુન્નો માટલીવાળો અને સાદીક કાસમ સંધી નામના સાત શખ્સો નાશી ગયા હતાં. જેથી પોલીસે કુલ 12 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.