ગુજરાત હાઇકોર્ટેના ચીફ જસ્ટિસ દ્વારા રાજ્યના ન્યાયતંત્રને વધુ સુદ્રઢ બનાવવા નવતર નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી અરજદાર અને વકીલોને ફાયદો થશે. લોકશાહીમાં ન્યાયતંત્ર સર્વોપરી ગણાવામાં આવે છે. ચુકાદાઓ અને અરજીઓની નકલ અરજદાર અને વકીલો સુધી પહોંચતી નથી.
ઉલ્લેખનિય છે કે ઘણીવાર ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવતા ચુકાદાઓ અને અરજીઓની નકલ અરજદાર અને વકીલો સુધી પહોંચતી નથી. જેને લઈને કોર્ટ દ્વારા કરવામાં આવેલા નિર્ણયોના અમલીકરણમાં વિલંબ થતો હોય છે. સામાન્ય રીતે જામીન અરજીઓ હોય કે પાસાના આદેશો કોર્ટ દ્વારા તો આપવામાં આવે છે. પરંતુ અરજદાર સુધી સમયસર ના પહોંચતા દિવસો સુધી જેલમાં રહેવું પડતું હોય છે.
ગુજરાત હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. આ સિસ્ટમનું નામ CARE છે. જેને ચીફ જસ્ટિસ દ્વારા લાગુ કરાઈ છે.
કેરનો મૂળ અર્થ કમ્પ્લીટ, એક્યુરેટ, રેગ્યુલેશન અને એફિશિયન્ટ ડેટા સિસ્ટમ છે. જેના થકી કોર્ટમાં દાખલ કરાયેલી અરજીનું સ્ટેટ્સ જાણી શકાશે. રાજ્યની નીચલી અદાલતોમાં ચાલતી કામગીરી દરેક અરજદાર જાણી શકે છે. તેમજ કયા કેસની કઈ તારીખ રાખવામાં આવી છે. આ સાથે જ હાઇકોર્ટ સહિત નીચલી અદાલતોમાં વધતા કેસના ભારણમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાથી ઘટાડો થશે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશન પણ આ નિર્ણયને આવકારી રહ્યું છે. ગુજરાતના ન્યાયતંત્રમાં બદલાવ માટે આ નિર્ણય અરજદાર અને વકીલોને સીધો લાભ થશે સાથે જ ન્યાય પ્રક્રિયા પણ વધુ સુદ્રઢ બનશે.