Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરજામનગર ચાઈલ્ડલાઈન 1098 દ્વારા ચાઈલ્ડ રાઈટ્સ વિકની ઉજવણી

જામનગર ચાઈલ્ડલાઈન 1098 દ્વારા ચાઈલ્ડ રાઈટ્સ વિકની ઉજવણી

ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકો માટે બે દિવસની કાર્યશાળાનું આયોજન

- Advertisement -

ચાઈલ્ડલાઈન 1098 18વર્ષથી નાના બાળકો માટેની ચાઈલ્ડ હેલ્પલાઈન છે. 1098 હેલ્પલાઈન રાત-દિવસ 24 કલાક જરૂરિયાતમંદ તેમજ મુશ્કેલીઓમાં ફસાયેલ બાળકોની મદદ માટે કાર્યરત હોય છે. સ્વ.જે.વી નારીયા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ જામનગર અંતર્ગત પ્રોજેકટ ડાયરેક્ટર જમનભાઈ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ ચાઈલ્ડલાઈન 1098 પ્રોજેકટ દ્વારા 2013થી બાળકોના મૂળભૂત અધિકારો અને હિતો માટે નિરંતર કામગીરી કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર ચાઈલ્ડલાઈન 1098 દ્વારા ચાઈલ્ડ રાઈટ્સ વિકની ઉજવણી નિમિતે ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકો માટે બે દિવસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્ય શાળામાં વેસ્ટ વસ્તુઓના ઉપયોગ કરી કઈ રીતે જુદીજુદી વસ્તુઓ બનાવી શકાય તે બાબતે બાળકોને તાલીમ આપવામાં આવેલ.આ 2 દિવસની કાર્યશાળામાં બાળકોને બિન ઉપયોગી વસ્તુઓ માંથી પેનસ્ટેન્ડ બનાવતા શીખવવામાં આવેલ.

પ્રથમ દિવસે પેનસ્ટેન્ડ બનાવવા માટે પાયાની વસ્તુઓ કઈ કઈ હોય તે સમજાવી વસ્તુનું કટિંગ અને જોડાણ કરતા શીખવવામાં આવેલ.બીજા દિવસની કાર્યશાળામાં બિન ઉપયોગી સ્ટ્રો,કેન્ડીની સ્ટીક અને સૂતેણીના ઉપયોગથી કરી રીતે પેનસ્ટેન્ડને સજાવી શકાય તેની તાલીમ આપવામાં આવેલ.ઘરમાં કે જુના કપડાઓમાં સ્ટોન,તારલા,મોતી કે અન્ય ડેકોરેશનની વસ્તુઓ હોય તેના વિવિધ ઉપયોગથી પેનસેન્ડને સુશોભિત કરવાની તાલીમ આપવામાં આવેલ.બાળકો દ્વારા કુલ 35 પેનસેન્ડ તૈયાર કરવામાં આવેલ. આ કાર્યશાળા દ્વારા બાળકોને તેના રોજીંદા જીવનથી અલગ નવું શીખવાની તક આપવામાં આવેલ અને બાળકોએ પણ આ તકને ખુબ સારીરીતે પકડી પોતામાં રહેલ કલાઓના ઉતમ નમૂનાઓ આપ્યા હતાં.

- Advertisement -

બાળકોના અધિકારોમાં એક અધિકાર બાળકોના સર્વાંગી વિકાસનો પણ છે. સામાન્ય રીતે મધ્યમ અને શ્રીમંત વર્ગના બાળકોને શાળા જઈ શકે છે,તેમની રસ-રૂચી પ્રમાણેના જુદાજુદા કલાસીસ દ્વારા તેમનામાં રહેલી આવળતો વિકસાવવી શકે છે,સારી સુખ-સુવિધાઓ વચ્ચે તેમનો વિકાસ માટે અવનવી તકો મળતી હોય છે, વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની આવળતોને લોકો સમક્ષ રજુ કરવાના મોકો મળતા હોય છે પરતું ઝુંપડપટ્ટીના બાળકોને ભાગ્યે જ સર્વાંગી વિકાસ માટેની કોઈ તક મળતી હશે.! એ બાળકોમાં પણ સર્જનાત્મક કળાઓ હોય છે પણ તેમની ગરીબી, કપરી પરિસ્થિતિ,માનસિકતા,રૂઢી,વિચારધારા,તકોના અભાવ અને શિક્ષણના અભાવને કારણે તે દબાઈને જ રહી જાય છે માટે ચાઈલ્ડલાઈન 1098 ટીમ દ્વારા ચાઈલ્ડ રાઈટ્સ વિકનીની ખરા અર્થમાં ઉજવણી કરવા માટે ઝુંપડપટ્ટીના બાળકોને સર્વાંગી વિકાસની તક આપવા ત્રણ – ત્રણ કલાકની 2 દિવસ માટે કાર્ય શાળાનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યશાળા દ્વારા કુલ 45 બાળકોને તાલીમ આપી બાળકોને સર્જનાત્મક અને કલાત્મક આવળતોને બહાર લાવવા માટે એક પહેલ કરવામાં આવેલ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular