જામનગર શહેરમાં થયેલી પાંચ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલાં તસ્કરને એલસીબીની ટીમે દબોચી લઇ રૂા.85,250નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં છેલ્લાં ત્રણ માસ દરમ્યાન પાંચ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા તસ્કર અંગે એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, દિલિપ તલાવડિયા, હરદિપ ધાધલને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી એલસીબી પીઆઈ એસ.એસ.નિનામા, પીએસઆઈ કે.કે.ગોહિલ, બી.એમ.દેવમુરારી, આર.બી.ગોજીયા તથા જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બશીર મલેક, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, શરદ પરમાર, હિરેન વરણવા, દિલીપ તલાવાડિયા, ફિરોજ દલ, ખીમભાઇ ભોંચિયા, લાભુ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાંધલ, વનરાજ મકવાણા, પ્રતાપ ખાચર, નિર્મળસિંહ બી.જાડેજા, અશોક સોલંકી, મિતેશ પટેલ, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, નિર્મળિંસંહ એસ. જાડેજા, લક્ષ્મણ ભાટિયા, સુરેશ માલકિયા, ભારતીબેન ડાંગર, એ. બી. જાડેજા, અરવિંદગિરી સહિતના સ્ટાફે વોચ ગોઠવી વોચ ગોઠવી ચાંદીબજારમાંથી હુસેન ઉર્ફે હુસનો ચોર અલી જોખીયા(રે.ધરાનગર 1) નામના શખ્સને ઝડપી લીધો હતો.
એલસીબીની ટીમે હુસના ચોરની તલાસી લેતાં તેના કબ્જામાંથી રૂા.53,250ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રૂા.32,000ની રોકડ રકમ મળી કુલ રૂા.85,250નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતા હુસેને ત્રણ માસ પહેલાં ગુરૂદ્વારા નજીક મકાનના તાળા તોડી સોનાની વિટી અને કેમેરાની તથા અઢી મહિલના પહેલા હરિયા સ્કુલ પાછળ જૈન દેરાસર પાસે રહેતાં ભરતભાઇ કારિયાના મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂા.1,40,913ની માલમતા તથા 15 દિવસ પૂર્વે વાલકેશ્ર્વરીમાં કેબિનના તાળા તોડી રૂા.5,000ની રોકડ અને 12 દિવસ પૂર્વે ઢીચડા રોડ ઉપર ભક્તિનગરમાં મકાનમાં તાળા તોડી સોનાનો ઓમકાર અને રોકડની ચોરી તેમજ સપ્તાહ પૂર્વે યાદવનગર તેમજ કૈલાશધામમાં બે મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી સહિત પાંચ ઘરફોડ ચોરી આર્ચયાની કેફિયત આપી હતી. જેના આધારે એલસીબીએ આગળની તપાસ હાથ ધરી હતી.
જામનગર શહેરમાં પાંચ ઘરફોડ ચોરી આચરનાર રીઢો તસ્કર ઝડપાયો
ત્રણ માસ દરમ્યાન 5 મકાન અને એક કેબિનમાંથી ચોરી કરી : એલસીબીએ ચાંદીબજારમાંથી દબોચ્યો : રૂા.85,250ની માલમતા કબ્જે