રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
વિક્રમ સંવત ૨૦૭૭ ઐતિહાસિક તેજીનું યાદગાર નીવડી વિદાય લીધા બાદ ભારતીય શેરબજાર માટે વિક્રમ સાવંત ૨૦૭૮ની શુભ શરૂઆત જોવા મળી હતી. કોર્પોરેટ ઈન્ડિયાના બીજા ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં અનેક કંપનીઓના પ્રોત્સાહક પરિણામોની પોઝિટીવ અસરે ફંડોએ આક્રમક તેજી કરી હતી. ફંડો, એનાલિસ્ટોએ ઐતિહાસિક નીવડેલા સંવત ૨૦૭૭ બાદ નવું સંવત ૨૦૭૮ પણ તેજીનું રહેવાનો આશાવાદ વ્યકત કરતાં અને મોંઘવારી અસહ્ય બની હોવાના નેગેટીવ પરિબળ છતાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ, ડિઝલ પરની એકસાઈઝમાં ઘટાડો કરવામાં આવ્યાની પોઝિટીવ અસર સાથે તહેવારોની સીઝનમાં આ વખતે મોટાભાગના બજારોમાં ધૂમ ખરીદી નીકળ્યાના અને રીટેલ વેચાણ જંગી થયાના આંકડા વચ્ચે આગામી દિવસોમાં કંપનીઓની કામગીરી સુધરવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે તેજી જોવા મળી હતી.
ભારતીય શેરબજારમાં કોરોના મહામારીના કાળમાં અન્ય ઉદ્યોગ – બિઝનેસોમાં મંદ વૃદ્વિની અસર છતાં શેરોમાં સતત તેજીનું ઓલ રાઉન્ડ ઐતિહાસિક તોફાન મચાવનારા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૧ની સીઝનમાં એકંદર સારા પરિણામ સાથે દેશ કોરોના કાળમાંથી બહાર આવીને ઝડપી આર્થિક – ઔદ્યોગિક વિકાસના પંથે સવાર થઈ રહ્યોના પોઝિટીવ પરિબળે નવી લેવાલી હાથ ધરી હતી, જો કે વૈશ્વિક સ્તરે ચીન, રશિયા તેમજ યુકેમાં કોરોનાના કેસ વધતા ફરીથી લોકડાઉનના અમલથી વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ રૂંધાવાની ભીતિ અને સ્થાનિક સ્તરે ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર પણ જોવા મળી હતી.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
ભારતીય શેરબજાર સતત નવા ઉંચા શિખર બનાવી રહ્યુ છે. શેરબજારોમાં હકારાત્મક સેન્ટિમેન્ટ વચ્ચે ઓક્ટોબર માસમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં અંદાજીત રૂ.૫૨૧૫ કરોડનું ચોખ્ખું રોકાણ આવ્યું છે. આ સતત આઠમો મહિનો છે જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ આવ્યું છે. જોકે સપ્ટેમ્બરની સરખામણીએ આ આંકડો ઘટયો છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના ડેટા અનુસાર સપ્ટેમ્બર માસમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં અંદાજીત રૂ.૮૬૭૭ કરોડનું રોકાણ પ્રાપ્ત થયું હતું. રોકાણ પ્રવાહમાં થયેલ ઘટાડાનું કારણ પ્રોફિટ બુકિંગ છે કારણ કે બજાર એક બાદ એક નવા સર્વકાલીન ઉચ્ચ સ્તર પાર કરી રહ્યું છે.
વૈશ્વિક સ્તરે ચીનમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રની મુશકેલીઓ અમેરિકા સહિત વૈશ્વિક અર્થતંત્ર સુધી ફેલાઈ શકે છે એમ અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા જણાવાયું છે. ચીનની હાલની રિઅલ એસ્ટેટ કટોકટી ચીનમાં નાણાંકીય તાણ વધારી શકે છે જેનાથી વૈશ્વિક નાણાં બજારોમાં તાણ વધવા સંભવ છે અને અમેરિકા પર તેની નકારાત્મક અસર પડશે એમ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. નાણાંકીય સ્થિરતા પર પોતાના રિપોર્ટમાં ફેડરલે ચીનની દેવાગ્રસ્ત એવરગ્રાન્ડે કંપનીનો ખાસ ઉલ્લેખ કર્યો છે. એવરગ્રાન્ડે ઉપરાતં બીજી પણ કેટલીક રિઅલ એસ્ટેટ કંપનીઓ મુશકેલીમાં હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખવામાં આવ્યું છે.
ચીનના સત્તાવાળાઓએ પગલાં લીધા છે, આમછતાં, નાણાંકીય નબળાઈઓ વધવાનું ચાલુ રહેવાનું જોખમ રહેલું છે. ચીનના અર્થતંત્રના કદ તથા તેની નાણાં વ્યવસ્થા અને વિશ્વ સાથે તેના જોડાણોને ધ્યાનમાં રાખતા, ચીનની નાણાંકીય તાણ વૈશ્વિક નાણાં બજારોને ડહોળાવી શકે છે, જેને પરિણામે અમેરિકા સહિત વૈશ્વિક અર્થતંત્રમાં તેની અસર જોવા મળશે, એમ ફેડરલે ચેતવણી ઉચ્ચારી હતી. એવગ્રાન્ડે ચીનની એક મોટી રિઅલ એસ્ટેટ કંપની છે એટલું જ નહીં ગ્લોબલ ૫૦૦નો પણ તે એક હિસ્સો છે. એટલે કે આવકની દ્રષ્ટિએ તે વૈશ્વિક કંપનીઓમાં સ્થાન ધરાવે છે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં સપ્ટેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૫૯૪૮.૮૫ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૧માં અંદાજીત રૂ.૪૪૭૦.૯૯ કરોડની ખરીદી તેમજ ૧૧ નવેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૫૩૮૦.૦૭ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટ સપ્ટેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૯૧૩.૭૭ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૧માં અંદાજીત રૂ.૨૫,૫૭૨.૧૯ કરોડની વેચવાલી તેમજ ૧૧ નવેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૪૫૧૫.૧૧ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવી દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં વિદેશી તથા સ્થાનિક ફંડોની વત્તેઓછે લેવાલી દ્વારા દરેક સેક્ટરમાં તેજીનો માહોલ અકબંધ રીતે જળવાઇ રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી ટ્રેડરોએ ઇન્ટ્રાડે ટ્રેડિંગ દ્વારા નફો બુક કરતાં પણ જોવા મળે છે. ભારતીય શેરબજારમાં એક તરફી તેજીના મહોલે રોકાણકારો તેમજ ટ્રેડરોમાં ઉત્સાહ સાથે સાવચેતીનું વલણ પણ જોવાઈ રહ્યું છે. દરેક ઉછાળેથી ઇન્ટ્રાડે એકાદ નાનું કરેક્શન નોંધાવી નિફ્ટી અને સેન્સેકસ પ્રત્યાઘાતી ઘટાડેથી ફરી તેજીનો માહોલ જાળવી રાખવામાં સફળ થયા છે.
કોરોનાના સંક્રમણમાં ફરી વિશ્વના મોટા દેશોમાં વધારા સાથે ભારતમાં પણ કોરોનાની ચિંતા યથાવત રહી હોવા છતાં કોરોના સામેના પોઝિટીવ અહેવાલો અને હવે આર્થિક ગતિવિધિ વધવાના આશાવાદે ફોરેન ફંડો ભારતમાં આર્થિક વિકાસની મોટી તકો જોઈ રહ્યા હોઈ ભારતીય શેરબજારમાં ખરીદદાર રહ્યા છે, પરંતુ ભારતીય શેરબજારમાં અત્યારે ઓવરબોટ પોઝિશનની સ્થિતિ જોવાઈ રહી છે ત્યારે હજુ આ વિક્રમી તેજીની દોટમાં શેરોમાં ઉછાળે ખરીદીમાં સાવચેતી ખૂબ જ જરૂરી બની રહેશે.
કોરોના મહામારીમાંથી મુક્ત થવા મથતાં વિશ્વને કોરોનાના ફરી ચિંતા વધારી છે તો ફરી ઘણા દેશોમાં લોકડાઉન લાદવામાં આવી રહ્યા છે, ત્યારે વિશ્વની આર્થિક રિકવરી પર સ્વાભાવિક દબાણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણના પરિણામે પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. જેમાં હવે આગામી દિવસોમાં વૈશ્વિક બજારોમાં પણ સાવચેતી જોવાય એવી શકયતા છે. સ્થાનિક સ્તરે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકના નાણાકીય પરિણામો પર ભારતીય શેરબજારની નજર રહેશે.
મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૮૧૪૧ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૦૦૮ પોઇન્ટના પ્રથમ અને ૧૭૭૭૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૮૧૮૮ પોઇન્ટથી ૧૮૨૦૨ પોઇન્ટ, ૧૮૨૭૨ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૮૨૭૨ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૮૮૬૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૦૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૭૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૯૦૦૯ પોઇન્ટથી ૩૯૨૭૨ પોઇન્ટ, ૩૯૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૯૪૦૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) શારદા કોર્પ ( ૩૨૯ ) :- એગ્રોકેમિકલ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૪૭ થી રૂ.૩૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!!
૨) એપેક્સ ફ્રોઝન ( ૨૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૮૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૭૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૦૯ થી રૂ.૩૧૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) ઈન્ડોસ્ટાર કેપિટલ ( ૨૭૪ ) :- રૂ.૨૬૦ નો પ્રથમ તેમજ રૂ.૨૪૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૮૮ થી રૂ.૨૯૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
૪) રેમકો ઈન્ડસ્ટ્રીઝ ( ૨૭૬ ) :- કન્સ્ટ્રકશન મટીરીયલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૮ થી રૂ.૩૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૬૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) વી–ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ (૨૫૧ ) :- રૂ.૨૨૭ નો પ્રથમ તેમજ રૂ.૨૧૫ ના સ્ટોગ સપોર્ટથી ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૬૭ થી રૂ.૨૭૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) એનસીએલ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૩૨ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૧૨ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૪૭ થી રૂ.૨૬૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) કેમલિન ફાઈન સાયન્સીસ ( ૧૭૨ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૬૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૮૩ થી રૂ.૧૯૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) વેલસ્પન કોર્પ ( ૧૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્સ્ટ્રકશન & ઇજનેરી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭ આસપાસ રોકાણકારે રૂ.૧૫૩ થી રૂ.૧૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૫૯૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૫૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૬૦૮ થી રૂ.૨૬૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) ટાટા સ્ટીલ ( ૧૨૯૦ ) :- આ સ્ટોક રૂ.૧૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૬૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૨૦ સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) ભારતી એરટેલ ( ૭૪૩ ) :- ૧૮૮૬ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૨૭ નો પ્રથમ તેમજ રૂ.૭૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૩ થી રૂ.૭૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) મુથૂત ફાઈનાન્સ ( ૧૬૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૩૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૬૭૭ થી રૂ.૧૬૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૫૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) રામકો સિમેન્ટ ( ૧૦૭૫ ) :- રૂ.૧૦૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૦૬૦ થી રૂ.૧૦૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૧૨૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) મહિન્દ્રા & મહિન્દ્રા ( ૯૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૫૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૨૩ થી રૂ.૯૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૭૪ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……
૧) નેશનલ એલ્યુમિનિયમ ( ૯૯ ) :- એલ્યુમિનિયમ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ. ૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) જીએફએલ લિમિટેડ ( ૮૧ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે હોલ્ડિંગ કંપની સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૮ થી રૂ.૯૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) સ્પાઈસજેટ લિમિટેડ ( ૭૫ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! એરલાઇન્સ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૩ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) એનએલસી ઈન્ડિયા ( ૬૬ ) :- રૂ.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૪ થી રૂ.૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
નિફટી ફયુચર રેન્જ ૧૮૦૦૮ થી ૧૮૨૭૨ પોઇન્ટ ધ્યાને લેવી…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )