Saturday, December 21, 2024
Homeરાજ્યખંભાળિયાની સરકારી હોસ્‍પિટલ ખાતેથી ‘‘નિરામય ગુજરાત’’ અભિયાનનો આરંભ

ખંભાળિયાની સરકારી હોસ્‍પિટલ ખાતેથી ‘‘નિરામય ગુજરાત’’ અભિયાનનો આરંભ

- Advertisement -

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતેથી નિરામય ગુજરાત અભિયાનના જિલ્‍લા કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરાએ જણાવ્‍યું હતું કે રાજયના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્‍વરે મળી રહે તે માટે સરકારે અનેકવિધ મહત્‍વના નિર્ણયો કર્યા છે. પ્રવર્તમાન દિવસોમાં ઝડપી અને બદલાતી જતી જીવનશૈલીના કારણે લોકોમાં જીવનધોરણ અને જીવનશૈલી આધારિત થતા બિનચેપી રોગો જેવા કે લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, મોઢા, સ્તન અને ગર્ભાશયના કેન્સર, કિડનીની બિમારી જેવા ગંભીર રોગોનુ સત્વરે નિદાન કરીને સચોટ સારવાર આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નિરામય ગુજરાતની નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યના 30 વર્ષથી વધુ વયના નાગરિકોના નિરામય ગુજરાત અંતર્ગત બિનચેપી રોગ સહિત વિવિધ ગંભીર રોગોના નિદાન, સ્ક્રીનીંગ અને સ્તવરે સારવાર કરાવી લે તેવો અનુરોધ કર્યો હતો. 

- Advertisement -

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એમ.એ. પંડયાએ જણાવ્‍યું હતું કે પહેલું સુખ તે જાતે નર્યા કહેવતને સાર્થક કરવા રાજય સરકાર આરોગ્‍ય સેવાઓ દિવસે ને દિવસે વધારતી જાય છે. આપણી જીવનશૈલી બદલાઈ રહી છે. જેના લીધે જે રોગ અગાઉ જોવા મળતા ન હતા તે પણ હવે જોવા મળી રહ્યા છે. આવા રોગોની અગાઉથી ખબર પડે તેને વધતા અટકાવી શકાય છે. આ અભિયાન હેઠળ નિષ્ણાંત તબીબો દ્વારા લોકોને સારવાર આપવામાં આવનાર છે. દર શુક્રવારે નિરામય અભિયાન અંતર્ગત બિનચેપી રોગો થી લઇ ગંભીર પ્રકારના વિવિધ રોગ માટે સ્ક્રીનીંગ કરાશે. 

આ અંતર્ગત નિરામય કાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ તેમજ ડિજિટલ હેલ્થ આઈ.ડી. આપવામાં આવ્યાં હતા. ઉપસ્થિત લોકોને નિરોગી રહેવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યાં હતાં. કાર્યક્રમના અંતે જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. રાજ સુતરીયાએ આભારવિધી કરી હતી. 

- Advertisement -

આ કાર્યક્રમમાં જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્‍લા ભાજપ મહામંત્રી મયુરભાઇ ગઢવી, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, જિલ્‍લા પંચાયત વિવિધ સમિતિઓના ચેરમેન નથુભાઇ ચાવડા, જીતેન્દ્ર કણઝારીયા, સંજય નકુમ, ભરતભાઇ ચાવડા, પાલભાઇ કરમુર, હિતેશભાઇ પીંડારીયા, પ્રતાપભાઇ પીંડારીયા, મશરીભાઇ નંદાણીયા સહિતના આગેવાનો તેમજ આરોગ્‍ય વિભાગના અધિકારી કર્મચારી ઉપસ્‍થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular