Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયરિમોટ વોટિંગ મશીનથી મતદાનની યોજના બનાવી રહ્યું છે ચૂંટણી પંચ

રિમોટ વોટિંગ મશીનથી મતદાનની યોજના બનાવી રહ્યું છે ચૂંટણી પંચ

પોતાના ઘરથી દૂર રહેનારા લોકો પણ મતદાન કરી શકશે: કાનૂન મંત્રાલયને મોકલ્યો પ્રસ્તાવ

- Advertisement -

મત આપવો એ 18 વર્ષથી ઉપરની દરેક વ્યકિતનો બંધારણીય અધિકાર હોય છે, પરંતુ ઘણા લોકો પોતાના ઘરથી દૂર હોવાના કારણે મત આપી શકતા નથી પરંતુ હવે ચૂંટણી પંચ એક એવી યોજના બનાવી રહ્યુ છે જેનાથી ઘરથી દૂર રહેનારા લોકો પણ મત આપી શકશે. આ માટે ચૂંટણી પંચે અલગ-અલગ રાજ્યોમાં વસેલા પ્રવાસી લોકોની વસ્તીનો યોગ્ય આંકડો પ્રાપ્ત કરવાની પણ યોજના બનાવી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર પ્રવાસી વસ્તીનો આંકડો ઉપલબ્ધ થવાના આધાર પર આવતા સમયમાં રીમોટ વોટીંગ મશીન અલગ અલગ જગ્યાઓ પર રાખવામાં આવશે કે જેથી પોતાના ઘરથી દૂર રહેનારાલોકો પણ મત આપી શકે. અખબારે અધિકારીઓને ટાંકીને લખ્યુ છે કે આ હજુ પ્રારંભિક બાબત છે અને હાલમાં જ કેન્દ્રીય કાનૂન મંત્રાલયને ચૂંટણી પંચ તરફથી મોકલવામાં આવેલ સુધારા પ્રસ્તાવોનો એક ભાગ છે.

- Advertisement -


અધિકારીઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, ટૂંક સમયમાં જ પ્રવાસી વસ્તીનો સચોટ આંકડો પ્રાપ્ત કરવા માટે જરૂરી પગલાની શરૂઆત કરવામાં આવશે. જો કે કેટલાક જરૂરી પગલા પહેલા જ લેવામાં આવ્યા છે. સાથોસાથ તેઓએ જણાવ્યુ છે કે દેશની મોટી પ્રવાસી વસ્તી કેટલાક રાજ્યોમાં જ છે અને અમારી પાસે તેનુ વિશ્લેષણ છે કે, કોઈ ખાસ ચૂંટણી ક્ષેત્રના પ્રવાસી મજુરો કયાં રહે છે ? ઉદાહરણ તરીકે અમે એ જાણીએ છીએ કે યુપીના સુલ્તાનપુર મતક્ષેત્રના પ્રવાસી મજુરો મોટાભાગે 5 થી 7 મેટ્રો શહેરોમાં જ છે. અમે રીમોટ વોટીંગના મશીનની ડીઝાઈનની તૈયારી કરી રહ્યા છીએ અને તે પુરૂ કરવા થોડો સમય પણ લાગશે. માર્ચ મહિનામાં ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ કહ્યુ હતુ કે, 2024ની ચૂંટણી પહેલા રીમોટ વોટીંગ હકીકત બનશે. ચૂંટણી પંચ ટેકનોલોજી માટે આઈઆઈટી મદ્રાસ સાથે સંપર્કમાં છે. જે ડેટા સિસ્ટમ રીમોટ વોટીંગ માટે તૈયાર કરી રહ્યુ છે.

ટેકનીકલ એડવાઈઝરી કમિટીની પણ રચના કરવામાં આવી છે તેવુ અખબાર વધુમાં નોંધે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રવાસી શ્રમિકોની ગણતરી કરવાનું કામ એક લાંબી પ્રક્રિયા છે. જેમાં બે-ત્રણ વિકલ્પો ઉપર વિચારણા થઈ રહી છે. એક વિકલ્પ એ છે કે બ્લોક લેવલ ઉપર પ્રવાસી મજુરોની ઓળખ કરવી આ માટે ડોર ટુ ડોર સર્વે કરી શકાય તેમ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રીમોટ વોટીંગ માટે હાલના ઈવીએમ મશીન જેવુ જ પ્રોટોટાઈપ ઈવીએમ મશીન હશે. જે તમામ રાજકીય પક્ષોને પણ બતાડવામાં આવશે તેવુ રચવામાં આવેલ સમિતિના પ્રો. રજત મુનાનું કહેવુ છે. તેઓ કહે છે કે ચૂંટણી પંચને અમે બે વખત પ્રેઝન્ટેશન આપ્યુ છે અને ફરી વખત ડીસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ફરી વખત પ્રેઝન્ટેશન આપવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે લોકોએ નેશનલ પોર્ટલ ઉપર રીમોટ વોટીંગ માટે અરજી કરવાની રહેશે. તેઓએ કહ્યુ છે કે સૌથી પહેલા પ્રોટોટાઈપનો ઉપયોગ પેટાચૂંટણીમાં અને તે પછી વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવશે.

- Advertisement -

એક વખત મંજુરી મળી ગયા બાદ અને એક વખત સંલગ્ન લોકો સાથે ચર્ચા કર્યા બાદ તેનો વિસ્તારથી ઉપયોગ થશે. 2024ની લોકસભાની ચૂંટણીમાં આ પ્રકારે મતદાન થઈ શકે તે માટે તૈયારી થઈ રહી છે. એકાદ લાખ મશીનોની જરૂર પડશે. અમે આ માટે હજુ સુધી કોઈ ડેડલાઈન નક્કી કરી નથી. પૂર્વ ચૂંટણી કમિશ્નર કુરેશીનું કહેવુ છે કે, જોવાનુ એ છે કે લોકો તેનો સ્વીકાર કરે છે કે નહિ ? આજે પણ વોટીંગ મશીનો સામે સવાલ ઉભા કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પંચે અનેક પ્રકારના સુધારાઓ કાનૂન મંત્રાલયને મોકલ્યા છે. જેમાં પ્રોટોટાઈપ ઈવીએમનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular