જામનગરના એરપોર્ટ વાડીનાર સુધીનો રસ્તો ખરાબ બન્યો હોવાનું અને તેની જાળવણી ન થતી હોવાની ટ્વિટ રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઇ નથવાણીએ કરીને આ અંગે કંઇક કરવા રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને જિલ્લા કલેકટર તેમજ સાંસદને પણ વિનંતી કરી છે.
રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઇ નથવાણીએ કરેલી ટ્વિટમાં જણાવાયું છે કે, લાર્સન ટુબ્રો દ્વારા જેની જાળવણી કરવાની થાય છે. તેવા જામનગર એરપોર્ટથી વાડીનાર સુધીનો માર્ગ ખરાબ થયો છે અને મેન્ટેઇન થતો નથી. આ માર્ગ પર હેવી મોટર વ્હીકલ પાસેથી ટોલ પણ લેવામાં આવે છે. ઓથોરિટીઝ કંઇક કરે. આ ટ્વિટ તેઓએ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ પૂનમબેન માડમને તેમજ કલેકટરને ટેગ કરીને ઓથોરિટીઝ કંઇક કરે તેવી વિનંતી પણ કરી છે.