Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહાપા યાર્ડમાં કૃષિ મંત્રીના હસ્તે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

હાપા યાર્ડમાં કૃષિ મંત્રીના હસ્તે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

જામનગરના છ તાલુકામાં પ્રારંભ : 90 દિવસ સુધી થશે ટેકાના ભાવે ખરીદી

- Advertisement -


જામનગર જિલ્લામાં આજરોજ લાભપાચમના દિવસ નિમિત્તે ટેકાના ભાવે મગફળી ખરીદીનો સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લાના વિવિધ માર્કેટ યાર્ડમાં ટેકાના મગફળી ભાવે ખરીદીનો પ્રારંભ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં થયો હતો.

- Advertisement -


ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના હાપા માર્કેટ યાર્ડ તેમજ ધ્રોલ માર્કેટ યાર્ડ, જોડિયા માર્કેટ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાપા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીના પ્રારંભ દરમિયાન રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, જામનગરના છ તાલુકામાં આજથી મગફળીમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. રાજ્યમાં કુલ 155 ખરીદ કેન્દ્ર ઉપરથી ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો રાજ્ય સરકાર દ્વારા પ્રારંભ કરવાનું તેમણે જણાવ્યું હતું.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજથી 90 દિવસ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે. સમગ્ર રાજ્યમાં અંદાજે 2 લાખ 65 હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રજીસ્ટે્રશન કરાવ્યું છે જેમાંથી અંદાજે 10 લાખ મેટ્રીક ટન ખરીદીનો રાજ્ય સરકારને નિર્ધાર છે. ખેડૂતોને 20 કિલો મગફળીના 1110 નો ભાવ સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવ્યો છે. ખેડૂત એક સાથે 125 મણ મગફળીનું વેચાણ કરી શકશે. આ ઉપરાંત જો ખેડૂત પાસેથી વધુ મગફળી હશે તો પણ ખેતીની જમીનને ધ્યાને લઈ વધુ ખરીદી પણ કરવામાં આવશે. આ ઉપરાંત દર શનિવારે પણ મગફળીની ખરીદીમાં બાકી રહી ગયેલા ખેડૂતો પાસેથી કરવામાં આવશે. મગફળી ઉપરાંત મગ, અળદ તથા સોયાબીન સહિતની જણસીની ખરીદીનો પણ પ્રારંભ થયો છે. આ તકે કલેકટર સૌરભ પારઘી, જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઇ મુંગરા, યાર્ડના પ્રવિણસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -


આ ઉપરાંત જોડિયા માર્કેટિંગ યાર્ડ ખાતે લાભ પાંચમના દિવસે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડેપ્યુટી ડીડીઓ પાર્થ કોટડીયા, મામલતદાર જોડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ભાઈ ચનીયારા, જોડિયા તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઇ દલસાણિયા, યાર્ડના ડાયરેક્ટર રસિકભાઈ ભંડેરી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે ખરીદી શરૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular