જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.11માં રહેતાં યુવાનનું મૃતદેહ આજે સવારે મળી આવતાં ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતોે. જેના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર નજીક આવેલાં રણજીત સાગર ડેમમાં કોઇ યુવાનનો મૃતદેહ તરતો હોવાની જાણના આધારે ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ડેમમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે મૃતકની ઓળખ મેળવતાં મૃતદેહ પટેલકોલોની શેરી નં.11માં રહેતાં ચિરાગ રાજપાલ(ઉ.વ.25) નામના યુવાનનો હોવાની ઓળખ થઇ હતી. તેથી પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની તપાસ હાથ ધરી હતી.