Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરજિલ્લા પોલીસ વડા દ્વારા અનાર્મ પોલીસ કર્મચારીની બદલીના ઓર્ડર

જિલ્લા પોલીસ વડા દ્વારા અનાર્મ પોલીસ કર્મચારીની બદલીના ઓર્ડર

- Advertisement -

જામનગર જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રન દ્વારા જામનગર જિલ્લામાં ચાર અનાર્મ પોલીસ કર્મચારીઓની બદલી કરી છે. જેમાં જામનગર સીટી-એ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અનાર્મ હેડ કોન્સ.અશોક દાનાભાઇ સોલંકીની જામનગર એલસીબીમાં, જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ. તરીકે ફરજ બજાવતાં રામાભાઇ રણમલભાઇ સીડાની લાલપુર પોલીસ સ્ટેશનમાં, જામનગર સીટી-એ પોલીસ સ્ટેશનમાં અનાર્મ હેડ કોન્સ. તરીકે ફરજ બજાવતાં ખીમાભાઇ હાજાભાઇ ભોચીયાની જામનગર એલસીબીમાં તથા લાલપુર પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ. તરીકે ફરજ બજાવતાં હિતેશ જગદીશભાઇ મકવાણાની જામનગર સીટી-સી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

આ તમામ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે તેમના હાલના ફરજ પરથી છુટા કરવા બદલીના ઓર્ડર દ્વારા હુકમ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular