જામનગર સહિત સમગ્ર રાજયમાં આજે ઇદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જામનગર ભાજપ શહેર લઘુમતી મોરચા દ્વારા બાળકોને બુક અને બોલપેન વિતરણ કરી ઉજવણી કરાઇ હતી.
વોર્ડ નં.1માં આવેલ માધપુર ભૂંગા વિસ્તારમાં ઈદે મિલાદુન્નબી નિમિતે ભાજપ શહેર પ્રમુખ ડો.વિમલભાઈ કગથરાની સૂચન મુજબ, શહેર લઘુમતી મોરચાના પ્રમુખ ઉંમરભાઈ બ્લોચ, વોર્ડ પ્રભારી સંજયભાઈ મકવાણાની આગેવાની હેઠળ વોર્ડ પ્રમુખ અકબરભાઈ કકલ વાઘેર, સમાજના મહિલા અગ્રણી રૂમાનાબેન કુંગડા (કાઠિયારા)તરફથી 200 જેટલાં બાળકોમાં બુક અને બોલપેન નું વિતરણ કર્યું હતું.
આ તકે માધાપર ભૂંગાના આગેવાન કાસમ ભાઈ પટેલ, નુરમામદભાઈ સાહમદાર, તબ્રેઝ ભાઈ સાહમદાર ઉપસ્થિત રહ્યા હતાં. હેનિકભાઈ પટેલે કાર્યને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.