કાલાવડ તાલુકાના શીંશાગ ગામના સીમ વિસ્તારમાં ખેતરેથી ઘરે જતાં યુવાન ઉપર આકાશી વિજળી પડતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકામાં શીંશાગ ગામમાં રહેતા રવીરાજસિંહ ઉદુભા જાડેજા(ઉ.વ.32) નામનો યુવાન શનિવારે સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં તેના ખેતરેથી ઘર તરફ જતો હતો તે દરમ્યાન આકાશી વિજળી પડતાં ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ ઇન્દ્રસિંહ દ્વારા જાણ કરતાં હેકો. આર.વી.ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેશનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાલાવડ તાલુકામાં શીંશાગ ગામના યુવાન ઉપર આકાશી વિજળી પડતાં મોત
ખેતરેથી ઘરે જતાં સમયે શનિવારે સાંજે અકસ્માત : પોલીસ દ્વારા કાર્યવાહી


