Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમના જન્મદિને જી.જી. હોસ્પિટલને વ્હીલચેર અર્પણ

સાંસદ પૂનમબેન માડમના જન્મદિને જી.જી. હોસ્પિટલને વ્હીલચેર અર્પણ

જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસ નિમિત્તે સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટ-જામનગરના પ્રમુખ પૂનમબેન માડમ દ્વારા દર્દીઓના સેવા લાભાર્થે પાંચ વ્હીલચેર જી.જી. હોસ્પિટલ, જામમનગરને અર્પણ કરાયેલ હતી. આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન નંદીનીબેન દેસાઇ, હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. દિપકભાઇ તિવારી, એડી. અધિક્ષક અજયભાઇ તન્ના, કોવિડ લાયઝન ડો. ચેટરજી અને એચ.આર. માડમ ટ્રસ્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular