જામનગર નજીક રણજીતસાગર માર્ગ પર પમ્પ હાઉસ નજીકથી પસાર થતા એકટીવા ચાલકને બેફીકરાઇથી આવતા અજાણ્યા ટ્રેક્ટરચાલકે ઠોકર મારી હડફેટે લેતા યુવાનને શરીરએ અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક ટ્રેક્ટર લઇ નાશી ગયો હોવાથી પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરથી રણજીતસાગર તરફ જવાના માર્ગ પર પમ્પ હાઉસના ખૂણા પાસેના રોડ પરથી સોમવારે બપોરના સમયે જીજે-10-એઆર-1100 નંબરના એકટીવા પર પસાર થતા હાર્દિક નામના યુવાનને પૂરઝડપે બેફીકરાઇથી આવતા અજાણ્યા ટે્રકટર ચાલકે ઠોકર મારી હડફેટે લેતા હાર્દિક અને દર્શક ભરડવા નામના બે યુવાનનોને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં હાર્દિકભાઇને શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા બેશુદ્ધ થઈ જતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હાર્દિકનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. અકસ્માત બાદ ચાલક ટ્રેક્ટર લઇને નાશી ગયો હતો. ઈજાગ્રસ્ત દર્શક દ્વારા જાણ કરાતા પીએસઆઈ આઇ.આઈ.નોયડા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા ટ્રેકટર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હત
જામનગરમાં પમ્પહાઉસ નજીક ટ્રેક્ટરે હડફેટે લેતા યુવાનનું મોત
સોમવારે બપોરે ટ્રેક્ટરે ઠોકર મારતા એકટીવાસવાર બે યુવાનને ઈજા: એકનું મોત : અકસ્માત બાદ ચાલક ટ્રેક્ટર લઇ ફરાર : પોલીસ દ્વારા ટ્રેક્ટર ચાલકની શોધખોળ