Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં અતિવૃષ્ટિમાં વિવિધ સંસ્થાઓ આવી લોકોની વહારે

જામનગરમાં અતિવૃષ્ટિમાં વિવિધ સંસ્થાઓ આવી લોકોની વહારે

- Advertisement -

જામનગર જીલ્લામાં મેઘરાજાના રોદ્રસ્વરૂપના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સચરાચર વરસાદને કારણે જામનગર જળમગ્ન થયું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખાનાખરાબી સર્જાઈ હતી. મેઘ તાંડવ ને પરિણામે અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ઘરોમાં પૂર્ણ પાણી ઘુસી ગયા હતા. જામનગર શહેર જીલ્લા માં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આ ઉપરાંત લોકોને ભોજનની પણ સમસ્યા સર્જાઈ હતી. જામનગર શહેરને પાણી પૂરું પાડતો રણજીત સાગર ડેમ ઓવરફલો થતા તેનું પાણી રંગમતી નાગમતી નદી માં આવતા નદીમાં પુર આવ્યા હતા. આ પૂરનું પાણી જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ઘુસી ગયા હતા. શહેરના સ્વામીનારાયણ નગર, રામેશ્ર્વર નગર, નવાગામ, ભોયવાડો સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. જેના પરિણામે અનેક લોકો ફસાઈ ગયા હતા. આથી આ વિસ્તારમાં મહાનગર પાલિકા સહિતના તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ સામાજિક કાર્યકરો, કોર્પોરેટરો, સામાજિક સંસ્થાઓ પણ લોકોની વહારે આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -

પાણીમાં ફસાયેલા લોકોની વ્હારે આવતું વાલસુરા

મહાનગર પાલિકા સહિતના તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બચાવ કામગીરીમાં આઈએનએસ વાલસુરા પણ જોડાયું હતું. જામનગર શહેરના વરસાદ પ્રભાવિત વિસ્તારોના વિવિધ ભાગોમાંથી ફસાયેલા નાગરિકા ેને બચાવવા માટે નાગરિક વહીવટીતંત્રને મદદ કરવા માટે આઇએનએસ વાલસુરાના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. નૌકાદળ દ્વારા તૈનાત બોટો દ્વારા સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં નાગરિકોને બચાવી સલામત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત નૌકાદળની ટીમો દ્વારા ફસાયેલા નાગરિકોને તાજું ભોજન અને સૂકા રાશન પણ આપવા વ્યવસ્થા કરાઈ હતી.

- Advertisement -

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરાયા

અતિવૃષ્ટિના કારણે જામનગરના નીચાણ વાળા વિસ્તારમાં પૂરના પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા હતા. ત્યારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પાણીમાં ફસાયેલા લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરાયા હતા. જેમાં 1500 જેટલા ફૂડ પેકેટ બનાવી કમિશ્નરની ઓફીસમાં અર્પણ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

રાજ્યમંત્રી દ્વારા અસરગસ્તો માટે ફૂડપેકેટની વ્યવસ્થા

જામનગર જિલ્લામાં પડેલા વ્યાપક વરસાદના કારણે જન જીવન અસરગ્રસ્ત થયું છે. ત્યારે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની ચિંતા કરી આશ્રયસ્થાનો તથા અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ તેમજ જીવન જરૂરિયાતની ચીજો સાથેની આશરે 3 હજાર કિટ્સ સ્વયંસેવકોના સહયોગથી મોકલવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular