જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતાં પ્રૌઢના ઘરમાં વરસાદી પાણી ભરાઇ જવાથી પગ લપસી જતાં પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા હુશેનીચોક ખાટકીવાડ વિસ્તારમાં રહેતાં ઈકબાલ આમદ તારકબાણ (ઉ.વ.51) નામના પ્રૌઢના ઘરમાં ભારે વરસાદને કારણે બીજા માળ સુધી પાણી ભરાઇ ગયા હતાં અને પ્રૌઢ ઉપરના માળે હતાં ત્યારે પગ લપસી જતાં પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની મૃતકના પુત્ર તૌફિક દ્વારા જાણ કરાતા હેકો ડી.એમ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.