ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અંતના આરે છે. રાજ્યમાં હાલ કોરોનાના 182 કેસ એક્ટીવ છે. જે પૈકી જામનગરમાં માત્ર 7કેસ એક્ટીવ છે તો દ્વારકા જીલ્લો કોરોના મુક્ત બન્યો છે. રાજ્યના કુલ 13 જીલ્લામાં અત્યારે કોરોનાનો એક પણ એક્ટીવ કેસ નથી. અમદાવાદ અને વડોદરા, સુરતને બાદ કરતા બાકીના તમામ જીલ્લાઓમાં કોરોનાના 10 કે તેથી ઓછા કેસ છે.
રવિવારે રાજ્યમાં કોરોનાના 15 કેસ નોંધાયા હતા. 29 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. 17 દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ 98.76 ટકા છે. છેલ્લા એક મહિનામાં કોરોનાથી માત્ર 3જ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. રાજ્યના 13 જીલ્લાઓ કોરોનામુક્ત થયા છે જેમાં દ્વારકા, અમરેલી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાનો સમાવેશ થાય છે.
બે જીલ્લાઓ ભરૂચ અને બોટાદમાં કોરોનાના 1-1 કેસ એક્ટીવ છે. જયારે 11 જીલ્લાઓમાં 5થી ઓછા કેસ એક્ટીવ છે જેમાં આણંદ, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ, મહેસાણા, કચ્છ, મહિસાગર, નવસારી, પોરબંદર, તાપી, વલસાડનો સમાવેશ થાય છે.
રાજ્યના 4જીલ્લાઓ એવા છે જ્યાં 5 થી 10ની વચ્ચે કોરોનાના કેસ છે. જામનગરમાં કોરોનાના 7 કેસ એક્ટીવ છે.
રાજ્યના ત્રણ જીલ્લાઓ એવા છે જ્યાં 10થી વધુ એક્ટીવ કેસ છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 50કેસ, વડોદરામાં 55 અને સુરતમાં 17 કેસ એક્ટીવ છે. રાજ્યમાં કોરોનાના આ આંકડાઓ ગઈકાલ સુધીની સ્થિતિ મુજબના છે.