જામનગર શહેરમાં પવનચકકી નજીકના વિસ્તારમાં રહેતા યુવાને તેના ઘરે કોઇ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરમાં એરફોર્સ વિસ્તારમાં રહેતા જવાનનું મોર્નિંગ વોક કરતા સમયે બેશુધ્ધ થઈ જવાથી મોત નિપજ્યું હતું.
જામનગર શહેરમાં પવનચકકી પાસેના વિસ્તારમાં રહેતાં અશોક રામોભાઈ બેવાસી (ઉ.વ.24) નામના યુવાને તેના ઘરે કોઇ કારણસર પંખામાં દુપટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની લક્ષ્મીબેન દ્વારા જાણ કરાતા હેકો એન.એફ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની પત્નીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરના એરફોર્સ સ્ટેશન-2 માં આવેલા પી-16 2 બ્લોકમાં રહેતા શીવકુમાર મસુદનમંડલ કુરમી (ઉ.વ.43) નામનો જવાન મંગળવારે સવારના સમયે એરફોર્સ વિસ્તારમાં મોર્નિંગ વોક કરતો હતો તે દરમિયાન એકાએક પડી જતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની પત્ની રીનાદેવી દ્વારા જાણ કરાતા હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં યુવાનની આત્મહત્યા
મોર્નિંગ વોક પર નિકળેલા એરફોર્સના જવાનનું બેશુદ્ધ થઈ જતા મોત