Wednesday, December 25, 2024
Homeરાજ્યભાણવડમાં યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

ભાણવડમાં યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

- Advertisement -

ભાણવડથી આશરે ત્રીસ કિલોમીટર દૂર સણખલા ગામે મૂળ મધ્યપ્રદેશના માલીપુરા ગામના રહીશ જાલમસીંઘ અમરસિંઘ મોરી નામના 23 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે બપોરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા તેને નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગે સણખલા ગામના રહીશ રામજીભાઈ કેશુભાઈ ધ્રાંગુએ સ્થાનિક પોલીસને જાણ કરી છે.

બીજો બનાવ, ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતા સાજનભાઈ સવદાસભાઈ ડોડીયા નામના 55 વર્ષિય પ્રૌઢ અગાસીની સીડી ઊતરતી વખતે અકસ્માતે પગથિયું ચૂકી જતા તેઓ પટકાઈ પડતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ ભાણવડ પોલીસને કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular