રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (1231) એ બેંકોને કહ્યું છે કે તેઓ 8 નવેમ્બર 2016થી લઈને 30 ડિસેમ્બર 2016 સુધીના પોતાની શાખાઓ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી રેકોડિંગ આગામી આદેશ સુધી સંભાળીને રાખે.
સરકારે 8 નવેમ્બર 2016ના રોજ કાળા નાણા પર રોક લગાવવા અને આતંકી ફંડિંગ પર લગામ કસવા માટે 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે સરકારે લોકોને બંધ થયેલી નોટો પોતાની બેંકોમાં જમા કરાવવાની કે એકસચેન્જ કરવાની તક આપી હતી.
એસબીએનને પાછી ખેંચ્યા બાદ 500 અને 2000 રૂપિયાની નવી નોટો પણ બહાર પાડવામાં આવી. બંધ થયેલી નોટોને એકસચેન્જ કરવા માટે કે પોતાના એકાઉન્ટમાં જમા કરાવવા માટે દેશભરની બેંકોની શાખાઓ બહાર ભારે ભીડ જોવા મળી હતી. અનેક ઈનપુટના આધારે તપાસ એજન્સીઓએ ગેરકાયદેસર રીતે નવી નોટોની જમાખોરીના કેસની પણ તપાસ શરૂ કરી. આ પ્રકારની તપાસને સુવિધાજનક બનાવવા માટે રિઝર્વ બેંકે બેંકોને કહ્યું છે કે તેઓ આગામી આદેશ સુધી નોટબંધી સમયના સીસીટીવી ફૂટેજ નષ્ટ ન કરે. આરબીઆઇ તરફથી બહાર પાડવામાં આવેલા એક સકર્યુલરમાં કહેવાયું છે કે તપાસ એજન્સીઓની પેન્ડિંગ તપાસ, કોર્ટમાં પેન્ડિંગ અનેક કેસને જોતા તમને સલાહ આપવામાં આવે છે.
કે આગામી આદેશ સુધી 8 નવેમ્બર 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી પોતાની શાખાઓ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખો. રિઝર્વે બેંકે ડિસેમ્બર 2016માં બેંકોને બેંક શાખાઓ અને કરન્સી ચેસ્ટમાં સંચાલનના સીસીટવી ફૂટેજને જાળવી રાખવા માટે એક આદેશ અગાઉ પણ બહાર પાડ્યો હતો. અત્રે જણાવવાનું કે 8 નવેમ્બર 2016ના રોજ 15.41 લાખ કરોડ રૂપિયાની વેલ્યૂની 500 અને 1000 રૂપિયાની કરન્સી નોટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેમાં 15.31 લાખ કરોડ રૂપિયા પાછા આવી ગયા હતા.
અન્ય વાયરલ થયેલા CCTV ફૂટેજ
ભક્તે મંદિરમાં શીશ ઝુકાવ્યું અને અચાનક ઢળી પડતા થયું મૃત્યુ, CCTV વાયરલ
CCTV : વૃદ્ધાએ 7 માં માળેથી ઝંપલાવી જીવનનો અંત આણ્યો
“હીટ એન્ડ રન”ના CCTV : ફૂટપાથ પર સુતેલા પરિવાર પર કાર ફરી વળતા મહિલાનું મૃત્યુ
મોબાઈલમાં વ્યસ્ત યુવકનું બસની અડફેટે મોત, ઘટના CCTVમાં કેદ