સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ઓફિસોમાં કોરોના વાયરસની મહામારીના પરિણામે 50% કર્મચારી સાથે કામ કરવાની છુટ આપવામાં આવી હતી. પંરતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો હોવાથી રાજ્ય સરકાર દ્રારા 100 ટકા કર્મચારીઓ સાથે કામકરવાની છુટ આપી દેવામાં આવી છે. સોમવારથી તમામ ખાનગી અને સરકારી ઓફીસોમાં 100 ટકા સ્ટાફ સાથે કામ કરી શકાશે.
ગુજરાત સરકાર દ્રારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 7જુનથી તમામ સરકારી કચેરીઓ તેમજ ખાનગી ઓફિસોમાં 100 ટકા સ્ટાફ સાથે કામ કરી શકાશે. ત્યારે રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલે પણ ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે સોમવાર 7 જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ, ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.