Sunday, December 7, 2025
Homeરાજ્યખંભાળિયાના નાના આસોટા ગામે ઘરફોડ ચોરી

ખંભાળિયાના નાના આસોટા ગામે ઘરફોડ ચોરી

રૂપિયા દોઢ લાખનો મુદ્દામાલ ઉસેડી જતા તસ્કરા

ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા દેવીદાસ જાનકીદાસ રામાવત નામના 40 વર્ષીય યુવાનના રહેણાંક મકાનમાં ગત તારીખ 30મીના રોજ તસ્કરોએ ખાતર પાડી, તેમના રહેણાંક મકાનના દરવાજાનું લોક તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ મકાનની અંદર રહેલા લાકડાના કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા એક લાખ રોકડા તથા રૂપિયા 48 હજારની કિંમતનો પોણા બે તોલાના સોનાનો ચેન મળી કુલ રૂપિયા એક લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ ચોરી કરીને લઇ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઇ. એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular