જામનગર શહેરમાં છેલ્લા એક માસથી કોરોના સંક્રમણ ઝડપી અને ગંભીર રીતે વકરતું જાય છે. શહેરની સરકારી હોસ્પિટલોમાં અને આરોગ્ય કેન્દ્રમાં અસંખ્ય પોઝિટીવ કેસ નોંધાય છે. તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ દરરોજ અસંખ્ય પોઝિટીવ કેસ આવે છે. પરંતુ દરરોજ કરતા આજે ખાનગી હોસ્પિટલોમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં 10 થી 15 ટકાનો રાહતરૂપી ઘટાડો જોવા મળ્યો છે.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં એક માસથી કોરોનાની બીજી લહેર સતત વકરતી જાય છે. અને આ મહામારીમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પોઝિટીવ કેોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અને સરકારી હોસ્પિટલોમાં અને આરોગ્ય કેન્દ્રોમાં આવતા પોઝિટીવ કેસની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. જ્યારે આનંદની વાત એ છે કે, જામનગર શહેરની ખાનગી હોસ્પિટલોમાં થતાં કોરોના પરીક્ષણના આંકડાઓમાં પોઝિટીવ રિપોર્ટમાં 10 થી 15 ટકા જેટલો રાહત આપતો ઘટાડો જોવા મળ્યો છે. જો ઘટાડાનો દર આજ રહે તો આગામી દિવસોમાં શહેરની અને જિલ્લાની સ્થિતિ મહદ અંશે હળવી થઇ જવાની શકયતા છે. આમ તો શહેરની ખાનગી હોસ્પિટલોમાં થતાં પોઝિટીવ કેસોનો આંકડો સરકારી ચોપડે નોંધાતો નથી. પરંતુ સુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરની ખાનગી હોસ્પિટલોમાં પોઝિટીવ કેસની સંખ્યામાં નજીવો ઘટાડો પણ આનંદ અને રાહત આપે છે.