ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડાએ 21 ફેબ્રુઆરીએ રાષ્ટ્રિય અધિકારીઓ, રાજ્ય પ્રમુખો અને તમામ રાજ્યોના સંગઠન પ્રધાનોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહેશે. આ બેઠકમાં તમામ રાજ્યોની વિવિધ રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે અને આ વર્ષની વિધાનસભાની ચૂંટણીઓ માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ પહેલા આ બેઠક 14 ફેબ્રુઆરીએ યોજાવાની હતી.
આ બેઠક એનડીએમસી કન્વેશન સેન્ટરમાં થશે. બેઠકમાં રાજ્યોના અલગ રિપોર્ટિંગ બાદ ખેડૂત આંદોલન સહિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે. વડા પ્રધાન મોદી આ બેઠકમાં સમાપન સંબોધન કરશે. બેઠકમાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓના પ્રસારની વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવશે.