Homeરાજ્યહાલારખંભાળિયા બાર એસોસીએશનની ચુંટણી ન યોજવા હુકમ

ખંભાળિયા બાર એસોસીએશનની ચુંટણી ન યોજવા હુકમ

3 દિવસમાં ચુંટણીનું નોટીફીકેશન બહાર પાડવા આદેશ : ગુજરાત બાર કાઉન્સીલની સ્પેશિયલ કમીટીનો હુકમ

ખંભાળિયા બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા સમયસર શરૂ નહીં કરવા, મતદાર યાદી તૈયાર નહીં કરવા તથા ચૂંટણી અધિકારીની નિમણૂક નહીં કરવા જેવી કથિત બેદરકારી સામે અહીંના એડવોકેટ સંજય વી. આંબલીયા દ્વારા ગુજરાત બાર કાઉન્સિલ સમક્ષ કરવામાં આવેલી રજૂઆતના પગલે ગુજરાત બાર કાઉન્સિલની કલમ 49(જી) હેઠળ રચાયેલી સ્પેશિયલ કમિટીએ તા. 25 નવેમ્બરના રોજ ખાસ હુકમ કર્યો છે.

- Advertisement -

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા તા. 24/10/2026ના રોજ રાજ્યની તમામ બાર એસોસિએશનોની ચૂંટણી અંગે કાર્યક્રમ જાહેર કરી, તા. 18/12/2026ના રોજ ચૂંટણી યોજવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં ખંભાળિયા બાર એસોસિએશન દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવી ન હતી. મતદાર યાદી અંતિમ કરવામાં આવી નહોતી તેમજ ચૂંટણી અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી નહોતી.

આ બાબતે સંજય આંબલીયા દ્વારા બાર કાઉન્સિલ સમક્ષ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. સ્પેશિયલ કમિટી સમક્ષ થયેલી સુનાવણીમાં અરજદારે રજૂઆતો કરી હતી. કમિટીએ પ્રમુખ અને સેક્રેટરી દ્વારા બાર કાઉન્સિલના અગાઉના આદેશનું પાલન નહીં કરવામાં આવ્યું હોવાની ગંભીર નોંધ લીધી હોવાનું કહેવાય છે.

- Advertisement -

આ સ્પેશિયલ કમિટીએ પોતાના હુકમમાં સ્પષ્ટ આદેશ કર્યો છે કે ખંભાળિયા બાર એસોસિએશને હુકમ મળ્યાની તારીખથી ત્રણ દિવસની અંદર ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવાનું રહેશે. જો એસોસિએશન આ આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા સ્વતંત્ર ચૂંટણી કમિશનરની નિમણૂક કરીને ચૂંટણી યોજવામાં આવશે.
એડવોકેટ સંજય આંબલીયાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર લડત કોઈ વ્યક્તિગત હોદ્દો કે સ્વાર્થ મેળવવા માટે નહીં, પરંતુ ખંભાળિયા બાર એસોસિએશનના તમામ વકીલ સભ્યોના લોકશાહી અધિકારો, પારદર્શિતા અને નિષ્પક્ષ ચૂંટણી માટે કરવામાં આવી છે. બાર એસોસિએશન કોઈ એક વ્યક્તિની મિલકત નથી, પરંતુ તમામ સભ્યોની લોકશાહી સંસ્થા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular