Homeરાજ્યહાલારશિવરાજપુર બીચના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

શિવરાજપુર બીચના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દ્વારકા જિલ્લાના પ્રવાસે તા. 28 નવેમ્બરના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન દ્વારકાધીશના દર્શન તેમજ શિવરાજપુર બીચ ખાતે પ્રવાસન ક્ષેત્રના વિકાસને લગતા કાર્યક્રમો યોજાનાર છે.

- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે સવારે દ્વારકાના જગતમંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરશે. ત્યારબાદ તેઓ દ્વારકા નજીક આવેલા વિશ્વપ્રસિદ્ધ શિવરાજપુર બીચની મુલાકાત લેશે.

શિવરાજપુર બીચ ખાતે પ્રવાસન સુવિધાઓમાં વધારો કરવા અને વિસ્તારને વધુ આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના હેતુથી હાથ ધરાયેલા વિવિધ વિકાસકાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

- Advertisement -

મુખ્યમંત્રીની આ મુલાકાતને દ્વારકા તથા શિવરાજપુરના ધાર્મિક અને પ્રવાસન વિકાસની દિશામાં મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. મુલાકાતને લઈને વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular