Homeરાજ્યહાલારમીઠાપુર પંથકમાં સગીરા સાથે 6 નરાધમો દ્વારા દુષ્કર્મ

મીઠાપુર પંથકમાં સગીરા સાથે 6 નરાધમો દ્વારા દુષ્કર્મ

સગીરાને ડરાવી ધમકાવી દુષ્કર્મ આચર્યુ : ગર્ભવતી બનતા પોકસો હેઠળ પોલીસ ફરિયાદ

મીઠાપુર પંથકમાં રહેતી એક સગીરા સાથે જુદી જુદી વ્યક્તિઓએ દુષ્કર્મ આચરી, ગર્ભ રાખી દીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે જાણવા મળતી વિગત મુજબ મીઠાપુર પંથકમાં રહેતા એક પરિવારની આશરે પોણા 17 વર્ષની સગીર પુત્રીને દ્વારકા તાલુકામાં રહેતા કેટલાક શખ્સો દ્વારા વર્ષ 2025 ના સમયગાળા દરમિયાન અલગ અલગ તારીખ તથા સમયે આ સગીરાને ડરાવી-ધમકાવી તેમજ લલચાવી-ફોસલાવીને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હોવાનું ખુલવા પામ્યું છે.

આ કૃત્યથી સગીરાને હાલ આશરે સાત માસનો ગર્ભ હોવાનું પણ પોલીસમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે મીઠાપુર પોલીસે સગીરાના પરિવારજનની ફરિયાદ પરથી જુદા જુદા છ આરોપીઓ સામે બીએનએસ તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ મીઠાપુરના પી.એસ.આઈ. કે.એ. ગરચર દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular