Monday, October 12, 2026
Homeરાજ્યહાલારજામજોધપુરમાંથી આઠ અબોલ પશુઓ સાથે બે શખ્સો ઝડપાયા

જામજોધપુરમાંથી આઠ અબોલ પશુઓ સાથે બે શખ્સો ઝડપાયા

જામજોધપુરમાં ગાય સર્કલ પાસેથી બોલેરો પીકઅપ વાનમાં અબોલ પશુઓને ખીચોખીચ ભરી ભુખ્યા તરસ્યા લઇ જતા બે શખ્સોને ઝડપી લઇ આઠ અબોલ પશુઓને મુકત કરી પાંજરાપોર મોકલવામાં આવ્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામજોધપુર શહેરમાં ગાય સર્કલ પાસેથી બોલેરો પીકઅપ વાહનમાં અબોલ પશુઓને લઇ જવાથી હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે વોચ ગોઠવી પસાર થતી જીજે-37-ટી-9299 નંબરની બોલેરો પીકઅપ વાહનને આંતરીને તલાસી લેતા તેમાં ત્રણ ભેંસ, બે પાડી અને ત્રણ નાના પાડા મળી કુલ આઠ અબોલ પશુઓને વાહનમાં ખીચોખીચ ભરી ભુખ્યા તરસ્યા રાખી લઇ જવાતા હોવાનું ખુલતા પોલીસે દાનિશ મામદ હિંગોરા (ઉ.વ.27) (ઢેબર, ભાણવડ) અને આરીફ ઈબ્રાહિમ હિંગોરા (ઉ.વ.37) (ઢેબર, ભાણવડ) નામના બે શખ્સોની ધરપકડ કરી રૂા.73,000ની કિંમતના આઠ અબોલ પશુઓને મુકત કરી પાંજરાપોર મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી અને બંને શખ્સોને રૂા.2,50,000 ની બોલેરો અને પશુ મળી કુલ રૂા. 3,23,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular