Tuesday, October 6, 2026
Homeરાજ્યહાલારબ્લેક ટ્રેપ ખનીજ વહન બાબતે ચાર ડમ્પર ઝડપી લેતી ખાણ ખનીજ ટીમ

બ્લેક ટ્રેપ ખનીજ વહન બાબતે ચાર ડમ્પર ઝડપી લેતી ખાણ ખનીજ ટીમ

જામજોધપુરના શેઠવડાળા સડોદર ખાતેથી ચેકીંગ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે બ્લેક ટ્રેપ ખનીજ વહન કરતા ચાર ડમ્પર ઝડપી લઇ અંદાજીત 1 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

ભુસ્તરશાસ્ત્રી જામનગરની સુચનાથી ખાણખનીજ વિભાગના નૈતિકભાઇ, આનંદભાઇ અને નીખીલભાઇ સહિતની ટીમ દ્વારા જામજોધપુર તાલુકાના શેઠવડાળા સડોદર રોડ ખાતે આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન ચાર ડમ્પર બ્લેક ટ્રેપ ખનીજનું વહન કરવા બાબતે અટકાવવામાં આવ્યા હતાં. તપાસ દરમિયાન બે ડમ્પર બીનઅધિકૃત રીતે બ્લેક ટ્રેપ ખનીજનું વહન કરતા અને બે ડમ્પર રોયલ્ટી પાસ કરતા વધુ ખનીજ વહન કરતા ઘ્યાને આવ્યા હતાં. જેમાં 1 કરોડનો મુદામાલ જપ્ત કરી ક્રિષ્ના સ્ટોન ક્રશર અને સ્વાતિ સ્ટોન ક્રશર ખાતે કબ્જો સોંપી આગળની કાર્યવાહી કરાઇ હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular