Friday, August 21, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં નિર્માણાધિન પોલીસ અધિક્ષક કચેરીની મુલાકાત લેતા નાણાં રાજ્યમંત્રી - VIDEO

જામનગરમાં નિર્માણાધિન પોલીસ અધિક્ષક કચેરીની મુલાકાત લેતા નાણાં રાજ્યમંત્રી – VIDEO

રાજ્યના નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલે જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આકાર પામી રહેલી નવીન પોલીસ અધિક્ષકની કચેરી તથા મહિલા પોલીસ સ્ટેશનના બાંધકામની સ્થળ મુલાકાત લઈ નિર્માણ કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.આ મુલાકાત દરમિયાન ભવનના બાંધકામમાં ગુણવત્તાના ઉચ્ચ ધોરણો સચવાય અને વર્ષો સુધી ટકાઉ તેમજ સુંદર ઇમારત બની રહે તે માટે મંત્રીએ ઇજારદાર સહિત સંલગ્ન અધિકારીઓને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.

- Advertisement -

કુલ રૂ.2036.47 લાખના ખર્ચે નિર્માણ પામી રહેલું આ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ચાર માળનું પરિસર 8183.44 ચોરસ મીટરનો કુલ બિલ્ટ-અપ એરિયા તથા 7348.36 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા ધરાવે છે. આ સુસજ્જ ભવનમાં બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ એરિયા, ગ્રાઉન્ડ ફ્લોર પર રિસેપ્શન, નાગરિક સુવિધા કેન્દ્ર, ટ્રાફિક શાખા, L.I.B. અને રજિસ્ટ્રી શાખા રાખવામાં આવી છે. પ્રથમ માળ પર પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક કચેરી, કોન્ફરન્સ રૂમ અને રેકોર્ડ રૂમ, બીજા માળ પર S.O.G., L.C.B., F.S.L. અને પાસપોર્ટ શાખા, ત્રીજા માળ પર મહિલા પોલીસ સ્ટેશન તથા ચોથા માળ પર જિમ, કેન્ટીન અને રેસ્ટ રૂમ સહિતની આધુનિક સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આગામી જૂન માસ સુધીમાં પૂર્ણ થનારા આ ભવનના નિરીક્ષણ સમયે મંત્રી સાથે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા, પોલીસ હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઈજનેર સંજય પટેલ સહિતના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular