જામનગર શહેરના રબ્બાની પાર્ક વિસ્તારમાં રહેતી મહિલા ઉપર તેણીના પતિ દ્વારા શંકા અને વહેમ કરી બોલાચાલી બાદ ઉશ્કેરાઇને તલવારના આડેધડ ઘા ઝિંકી જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હિચકારા હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં મોરકંડા રોડ ઉપર આવેલા રબ્બાની પાર્ક, શેરી નંબર એકમાં ભાડે મકાનમાં રહેતી રેશ્માબેન હબીબ મજબુલ (ઉ.વ.32) નામની પરિણીતા ઉપર તેણીના પતિ હબીબ હસન મજબુલ દ્વારા શંકા અને વહેમ કરતો હોવાથી મહિલા રિસામણે જતી રહી હતી. અને પાંચ દિવસ પહેલાં હબીબે પત્ની સાથે સમાધાન કરી પરત ઘરે લઇ આવ્યો હતો. ત્યારબાદ ગઇકાલે સાંજના સમયે પત્નીના ચારિત્ર્ય અંગે શંકા અને વહેમ કરી બોલાચાલી દરમ્યાન ઉશ્કેરાઇ ગયેલા પતિ હબીબે રેશ્માબેન ઉપર તલવાર વડે માથામાં, ગળામાં તથા હાથમાં આડેધડ ઘા ઝિંકી જીવલેણ હુમલો કરી બે દાંત પાડી નાખ્યા હતા. ત્યારબાદ હુમલામાં ઘવાયેલી મહિલાને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાની માતા નસીમબેન વંગીડા દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી. આર. જોરિયા તથા સ્ટાફે હબીબ વિરૂદ્ધ જીવલેણ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
View this post on Instagram


