Thursday, August 20, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં જુગારના અખાડા પર એલસીબી ત્રાટકી

ખંભાળિયામાં જુગારના અખાડા પર એલસીબી ત્રાટકી

ખંભાળિયામાં ચાલતા જુગાર સ્થળે એલસીબીએ દરોડો પાડી સાત શખ્સોને જુગાર રમતા રૂા. 3.86 લાખના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમ્યાન એક શખ્સ નાસી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ સ્થાનિક ગુના શોધક શાખાના ઈન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલ.સી.બી.ના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડિયા અને કિશોરભાઈ નંદાણિયાને મળેલી બાતમીના આધારે ખંભાળિયાના એસ.ટી. રોડ પર આવેલી વૃંદાવન નર્સરીની બાજુમાં રહેતા દિલીપગર ભીમગર ગોસાઈ (ઉ.વ. 40) નામના યુવાન દ્વારા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી અને અહીં તેઓને લાઈટ, પાણી તેમજ જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સ્થળેથી પોલીસે દિલીપગર ઉર્ફે ડકો ભીમગર ગોસાઈ, સુરેશ હમીર સિંધવ, લખમણ લાખા સંધિયા, કારા માણસી પતાણી, જયદીપસિંહ જયેન્દ્રસિંહ ચુડાસમા, વનરાજસિંહ જગદીશસિંહ જાડેજા અને નીતાબેન કમલેશગીરી ગોસ્વામી નામના સાત વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન જામનગરના સિક્કા ગામનો કરસન સોમાભાઈ વાઘેલા નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું જાહેર થયું છે. દરોડા દરમ્યાન પોલીસે રૂપિયા 50,800ની રોકડ રકમ તથા રૂપિયા 35,000ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન અને રૂપિયા ત્રણ લાખની કિંમતની હ્યુન્ડાઈ વેન્યુ મોટરકાર મળી, કુલ રૂ. 3,85,800નો મુદ્દામાલ કબજે કરી, ખંભાળિયા પોલીસમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, પી.એસ.આઈ. એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા, કિશોરભાઈ નંદાણીયા, દીપકભાઈ રાવલિયા, હસમુખભાઈ કટારા, દિશાબેન વ્યાસ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular