Monday, August 17, 2026
Homeરાજ્યજામનગરશ્રાવણમાસના સોમવારે મોબાઇલથી શિવભક્તિ કરતી હિન્દુ સેના - VIDEO

શ્રાવણમાસના સોમવારે મોબાઇલથી શિવભક્તિ કરતી હિન્દુ સેના – VIDEO

આજની GEN-Z યુવા પેઢીને હિન્દુ સેનાએ આપ્યો શિવ ભક્તિનો રસ્તો

શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન શિવજીની આરાધના કરતા જામનગરના સૈનિકોએ સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતતાને માટે 51,000 હિન્દુ લોકોને ઓનલાઈન સાથે વોટ્સએપના માધ્યમથી ૐ નમ: શિવાય મંત્ર જાપના મેસેજ સાથે સંપર્ક કરી 5,25,000 હિન્દુ લોકો સુધી મેસેજ પહોંચાડવા કુલ 2026 વોટસએપ ગ્રુપનો અને વધુ ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબૂકનો ઉપયોગ કર્યો છે. હિન્દુ સેના દ્વારા શિવજીના મેસેજ ફેસબૂક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ દ્વારા વિદેશોમાં પહોંચાડેલ.ભારત સિવાય ત્રણ દેશોમાં 111 ઇ-મેઇલ, 11000 વોટ્સએપથી મેસેજ કર્યા હતાં. જેથી આજનો યુવાન પણ પાનના ગલ્લે, લારીએ પોતાના મોબાઈલમાં રિલ્સ અને ગેમમાં ખોવાયેલો રહે છે. જેને કાફે, પાનના ગલે કે લારીએ ઉભીને પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શિવભક્તિ કરી શકે છે. આજની “GEN-Z” આવતી પેઢીને પ્રેરણા આપે તે હેતુથી હિન્દુ સેનાનો આ કાર્યક્રમ હતો. જેમાં હિન્દુ સેના-જામનગર શહેર યુવા પ્રભારી કિશન નંદા અને કોલેજીયન પ્રભારી ઓમ ભાનુશાળીના આયોજનથી સમર્પણ હોસ્પિટલ પાસે આવેલ પંચાયત કેફેમાં હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદનની આગેવાનીમાં જામનગર શહેર યુવા ઉપપ્રમુખ મંથન અઘેરા, યુગ નંદા, ગણેશ ભોજવાની, મંથન પારેખ, આનંદ કનખરા, હેપ્પી પ્રજાપતિ, દિવ્યાંશ, હિન્દુ સેના શક્તિ વાહિની પ્રમુખ ક્રિશા દવે, ઝીલ મચ્છર સહિતના ખાસ ઉપસ્થિત રહી ઓન લાઈન શિવજીની આરાધના ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલ દ્વારા કરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular