Monday, August 17, 2026
Homeરાજ્યજામનગરજશાપર ગામની સીમમાં કોપર વાયરની ચોરીમાં ચાર શખ્સો ઝડપાયા - VIDEO

જશાપર ગામની સીમમાં કોપર વાયરની ચોરીમાં ચાર શખ્સો ઝડપાયા – VIDEO

કોપર વાયર, વાહન, મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 16,54,700નો મુદામાલ કબ્જે કરતી એલસીબી

જશાપર ગામની સીમમાં પવનચકકીના કોપર વાયરની ચોરીના કેસમાં એલસીબીએ ચાર શખ્સોને ઝડપી લઇ કોપર વાયર, વાહન, મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 16,54,700નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ગત્ તા. 24 જુલાઇ, 2026ના શેઠવડાળાથી જશાપર ગામ તરફ જવાના રસ્તે સુઝલોન રિન્યુએબલ ડેવલપમેન્ટ લિમિટેડના શેઠવડાળામાં આવેલ ટાવર લોકેશન નંર 505 વાળી જગ્યામાં પડેલ ક્ધટેનરનું તાળું તોડી તેમાં રહેલ લાકડાંના ડ્રમમાંથી રૂા. 10,84,600ની કિંમતના 374 મીટર કોપર કેબલ વાયરની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન એલસીબીના અરજણભાઇ કોડિયાત્તર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, ઘનશ્યાભાઇ ડેરવાડિયાને મળેલ બાતમીના આધારે રેઇડ કરી હતી.

- Advertisement -

આ રેઇડ દરમ્યાન જામનગર શહેરમાં મહાકાળી સર્કલ પાસે જય માતાજી સ્ક્રેપના ભંગારના ડેલામાંથી બાલા અમરશી વાઘેલા, જશરાજ ઉર્ફે જગદિશ ઘેલા માતંગ, સન્ની પ્રેમજી પરમાર, વિપુલ રમેશ રાઠોડ નામના ચાર શખ્સોને પવન ચકકીના ટાવરમાં ફિટ કરવામાં આવતા કોપર કેબલ વાયરના મુદ્ામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે ચારેય શખ્સો પાસેથી રૂા. 2200ના એક કિલો લેખે રૂા. 10,73,600ની કિંમતનો 488 કિલો કોપર કેબલ વાયર ભરેલા 10 નંગ પ્લાસ્ટીકના બાચકા, રૂા. 11 હજારની કિંમતના કોપર વાયર કાઢેલ પ્લાસ્ટીકના રબ્બરની ચીરેલ ભૂંગળીઓના ટૂકડા ભરેલ 374 મીટર, રૂા. 100ની કિંમતની ધારદાર તણી, ચોરી કરવા ઉપયોગ કરેલ રૂા. 2,50,000ની કિંમતની જીજે10 ટીઝેડ 6377 નંબરની બજાજ મેક્સિમા રિક્ષા, ચોરી માટે ઉપયોગ કરેલ રૂા. ત્રણ લાખની કિંમતની જીજે03 સીઇ 4249 નંબરની મોટરકાર, રૂા. 20 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 16,54,700નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

ઝડપાયેલા આરોપી વિપુલ રાઠોડ વિરૂદ્ધ મેઘપર, લાલપુર સહિત સાત પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાઓ નોંધાયેલા છે. તેમજ બાલા વાઘેલા વિરૂદ્ધ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એક તથા રાજકોટ પોલીસ સ્ટેશનમાં એક તથા સન્ની પરમાર વિરૂદ્ધ મેઘપરમાં એક અને સિક્કામાં બે તથા જશરાજ વિરૂદ્ધ મેઘપર અને સિક્કામાં બબ્બે ગુનાઓ નોંધાયેલા છે. આ કેસમાં હજૂ ધીરૂ મનજી સોલંકી, સંજય જેન્તી દેવીપૂજક, અજય સોલંકી, પ્રવીણ ઉર્ફે કરીમો ગોવિંદ વાઘેલા, કિશોર બચુ સોલંકી, સુનિલ કિશોર સોલંકી સહિતના 6 શખ્સોની શોધખોળ ચાલુ છે.

આ કાર્યવાહી જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને એલસીબીના પીઆઇ વી. બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે કરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular