Saturday, August 15, 2026
Homeરાજ્યજામનગરનશો કરી કાર ચલાવતો શખ્સ દારૂના ચપલા સાથે ઝડપાયો

નશો કરી કાર ચલાવતો શખ્સ દારૂના ચપલા સાથે ઝડપાયો

જામનગર તાલુકાના સિક્કા પાટિયા પાસેથી પસાર થતાં બાઇક ચાલકને મેઘપર પોલીસે આંતરીને તલાશી લેતાં શખ્સ પાસેથી દારૂની ચાર બોટલ મળી આવતાં બાઇક સહિત બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જામનગરમાં ડિફેન્સ કોલોની પાસે દારૂના ત્રણ ચપલા સાથે કારચાલકની પોલીસે ધરપકડ કરી હતી. જામનગરના બેડી બંદર રોડ પરથી પસાર થતાં બાઇકચાલકને દારૂની પાંચ બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના સિક્કા ગામના પાટિયા પાસેથી પસાર થતાં બાઇક ચાલકને મેઘપર પોલીસે આંતરીને રાહુલ અશોક રાઠોડ (રહે. જામનગર, ઉ.વ.26)ની તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 2 હજારની કિંમતની ઇંગ્લીશ દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે રૂપિયા 70 હજારની કિંમતનું બાઇક તથા દારૂનો જથ્થો મળી કુલ રૂા. 72 હજારના મુદામાલ સાથે રાહુલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં સિદ્ધરાજસિંહની સંડોવણી ખુલી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાંથી પસાર થતી જીજે01 આરએક્સ 2877 નંબરની કાર સર્પાકાર ચલાવી રહેલાં ચાલકને સિટી ‘સી’ ડિવિઝન પોલીસે આંતરીને તલાશી લેતાં જય હરિશ હિંદુજા (ઉ.વ.25) નામના શખ્સની કારમાંથી રૂા. 600ની કિંમતના ઇંગ્લીશ દારૂના ત્રણ ચપલા મળી આવતાં નશો કરી કાર ચલાવતા જયની ધરપકડ કરી રૂા. 2 લાખની કિંમતની કાર અને દારૂ મળી કુલ રૂા. 2,00,600ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગર શહેરના બેડી બંદર રીંગ રોડ ઉપરથી પસાર થતાં જીજે10 ઇજી 1014 નંબરના બાઇક ચાલકને સિટી ‘સી’ ડિવિઝન પોલીસે આંતરીને તલાશી લેતાં બાઇકમાંથી રૂા. 3430ની કિંમતની પાંચ બોટલ દારૂ મળી આવતાં પોલીસે રૂા. 30 હજારની કિંમતનું બાઇક તથા દારૂ મળી કુલ રૂા. 33,430ના મુદામાલ સાથે વિજય મુકેશ એરંડિયા (ઉ.વ.30) નામના શખ્સને ઝડપી લઇ આગળની તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular