80મા સ્વતંત્રતા પર્વએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કરી 10 મોટી જાહેરાત:
- આગામી એક વર્ષમાં દેશના 1 કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્કિલ્સની તાલીમ આપવામાં આવશે.
- વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઈન કોચિંગ વ્યવસ્થા શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી.
- વર્ષ 2036 ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ગામડાઓ અને શહેરોમાંથી 5 થી 15 વર્ષના બાળકો માટે સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ ચલાવાશે, જેમને વિશ્વસ્તરીય કોચિંગ મળશે.
- ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે આગામી 1-2 વર્ષથી લઈને 7-8 વર્ષના સમયગાળામાં 5 થી 8 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ સ્થાપવામાં આવશે.
- વર્ષ 2030 સુધીમાં 6G ટેકનોલોજીના વિકાસમાં વૈશ્વિક નેતૃત્વ મેળવવા અને 6G સેવાઓને ઘર-ઘર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરાયું.
- ભારત 2047 સુધીમાં 100 (GW) ન્યુક્લિયર એનર્જી ક્ષમતા હાસલ કરશે.
- આગામી 6 થી 7 વર્ષની અંદર દેશમાં 5 નવા પરમાણુ રિએક્ટર કાર્યરત કરવામાં આવશે.
- આધુનિક સુરક્ષા જરૂરિયાતો અને પડકારોને પહોંચી વળવા માટે સિવિલ ડિફેન્સ સિસ્ટમને આધુનિક ટ્રેનિંગ અને વધુ ક્ષમતાઓ સાથે મજબૂત કરાશે.
- આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ખેલાડીઓની ભાગીદારી વધારીને ભારતને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવાનો માર્ગ મોકળો કરાશે.
- સેમિકન્ડક્ટર અને ટેકનોલોજી આધારિત ઈલેક્ટ્રોનિક તથા મેડિકલ સાધનોનું ઉત્પાદન ભારતમાં જ વધારી નિકાસ ને પ્રોત્સાહન આપવામાં આવશે.
View this post on Instagram


