Friday, August 14, 2026
Homeરાજ્યહાલારગેરકાયદેસર મકાન મામલે નિવેદન લેવા ગયેલા સર્કલ ઓફિસર પર હુમલો

ગેરકાયદેસર મકાન મામલે નિવેદન લેવા ગયેલા સર્કલ ઓફિસર પર હુમલો

દ્વારકામાં રહેતા અને ઓખા વિસ્તારના સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા જીતેનભાઈ રમેશભાઈ વાઘેલા (ઉ.વ.40) નામના અધિકારી યુવાન ગઈકાલે ગુરુવારે સાંજના સમયે તેમની ફરજ પર હતા. ત્યારે દ્વારકાના નજીકના વરવાળા ગામે હાઈવે પર આવેલી એક હોટલ પાસે રહેણાંક મકાન ધરાવતા સલીમ હારુન મીર નામના શખ્સનું રહેણાંક મકાન દબાણ કરીને ઊભું કરવામાં આવ્યું હોય, જે અંગેનો કેસ ચાલતા અધિકારી જીતેનભાઈ વાઘેલા નિવેદન લેવા માટે સલીમ મીરના ઘરે ગયા હતા. આરોપી સલીમ તથા તેની બહેન અમીના ફારૂક પરમારે તેમની સાથે બોલાચાલી કરી, ઝપાઝપી કરી હતી. આરોપીએ બિભત્સ ગાળો ભાંડી અને સરકારી ફાઈલ આંચકી લીધી હતી. આ ઉપરાંત આરોપી સલીમે જીતેનભાઈ વાઘેલાને છાતીના ભાગે બે-ત્રણ મુક્કા ઝીંકી દઈને ત્યાંથી જતા રહેવાનું કહી પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
દ્વારકા પોલીસે સર્કલ ઓફિસરની ફરિયાદ પરથી આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી પીએસઆઇ પાયલબેન ડાંગર તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular