Friday, August 7, 2026
Homeવિડિઓગીરના જંગલમાં રોમાંચક દ્રશ્ય: એસ.ટી. બસ સામે આવી ગયું આખું લાયન ફેમિલી...

ગીરના જંગલમાં રોમાંચક દ્રશ્ય: એસ.ટી. બસ સામે આવી ગયું આખું લાયન ફેમિલી ! – VIDEO

ગીર સોમનાથ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક એસ.ટી. બસના મુસાફરો માટે એક અદ્ભુત અને રોમાંચક ક્ષણ સામે આવી છે. જંગલના પર અચાનક જ એક સિંહણ અને તેના ત્રણ સાવજ રસ્તા પર આવી ચડ્યા હતા અને રસ્તો રોકીને ઊભા રહી ગયા હતા.

- Advertisement -

એસ.ટી. બસ જેમ-જેમ નજીક આવી, તેમ-તેમ સાવજોએ કોઈ પણ જાતના ડર વગર કે ઉતાવળ કર્યા વગર અત્યંત શાંતિથી રસ્તો છોડી દીધો હતો અને રોડની બાજુમાં ખસી ગયા હતા. બસમાં સવાર મુસાફરોએ આ નજારો જોઈને પોતાના મોબાઈલ કેમેરામાં આ દુર્લભ દ્રશ્યો કેદ કરી લીધા હતા.

- Advertisement -

જંગલના રાજા અને તેના પરિવારનો આ શાંત અને મનોહર અંદાજ જોઈને સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ગીરના જંગલ વિસ્તારમાં વન્યજીવોનું આ રીતે રસ્તા પર આવવું સામાન્ય છે, પરંતુ લાયન ફેમિલીનો આટલો નજીકથી વીડિયો સામે આવતા જ તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular