જામનગર શહેરમાં રહેતી યુવતીને અગાઉ તેની સાથે કામ કરતા બે શખ્સો રાત્રિના સમયે ઘરની બહાર બોલાવી અપહરણ કરી કલ્યાણપુર અને ભાણવડ તથા દ્વારકા લઇ જઈ અવાર-નવાર દુષ્કર્મ આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતી યુવતીને તેની સાથે અગાઉ કામ કરેલા ભરત નારણ વારોતરીયા અને વિપુલ કરમુર નામના બે શખ્સોએ બે દિવસ પહેલાં રાત્રિના સમયે યુવતીના ઘરે આવી ખોટું બોલીને બહાર બોલાવી હતી ત્યારબાદ યુવતીને બન્ને શખ્સોએ ધક્કો મારી ઈક્ો કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતાં ત્યારબાદ વિપુલના માસિયાર ભાઈએ મયુર કરમુરના ઘરે તેમજ ભાણવડમાં ઉપરાંત દ્વારકા રાખી બન્ને શખ્સોએ યુવતીની મળજી વિરૂધ્ધ અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યાના બનાવ બાદ યુવતીએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેના જ પુર્વ બે સહકર્મી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ એન.વી. ડાભી તથા સ્ટાફે ગુનો નોંધી બંને નરાધમોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


